Engine Oil: સમયસર એન્જિન ઓઈલ ન બદલવાનું તમારા ખિસ્સાને પડી શકે છે ભારે? જાણીલો નહીં તો પસ્તાશો

તમે સમયસર ગાડીમાં એન્જિન ઓઈલ બદલાવો છો? જો હા તો સારી વાત છે અને ના તો પછી તમારે આ બેદરકારી છોડી દેવી જોઈએ.

Engine Oil: સમયસર એન્જિન ઓઈલ ન બદલવાનું તમારા ખિસ્સાને પડી શકે છે ભારે? જાણીલો નહીં તો પસ્તાશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે કોઈ ગાડીના માલિક છો? તો શું તમે સમયસર ગાડીમાં એન્જિન ઓઈલ બદલાવો છો? જો હા તો સારી વાત છે અને ના તો પછી તમારે આ બેદરકારી છોડી દેવી જોઈએ. ગાડીમાં એન્જિન ઓઈલ બદલવામાં મોડું કરવાથી મોટું નુકસાન છે. તેનાથી ગાડીને તો નુકસાન છે જ પરંતુ તમારી ખિસ્સા પર પણ તેની અસર થશે.

એન્જિન સુરક્ષિત નહીં રહે:
તમારી ગાડીમાં એન્જિન ઓઈલનું સૌથી મહત્વપૂર્ણ કામ એન્જિનના દરેક ભાગને લુબ્રિકેશન એટલે ઘર્ષણ વિનાનું બનાવવાનું છે. તે એન્જિનના ભાગને સુરક્ષિત કરે છે અને એકબીજા સાથે ઘર્ષણથી બચાવે છે. જો સમયસર ઓઈલ
ચેન્જ ન કરાવો તો તેમાં ઘર્ષણ ઓછું કરનારા તત્વ ઓછા થઈ જાય છે અને તેની એન્જિન પર ઘણી ખરાબ અસર થાય છે.

એન્જિનમાંથી શરૂ થઈ જાય છે અવાજ:
ગાડીમાં જ્યારે એન્જિન ઓઈલ ઓછું થઈ જાય છે ત્યારે એન્જિનના અંદરના ભાગને લુબ્રિકેશન મળતું નથી. તેના કારણે અંદરના ભાગ એકબીજા સાથે સંપર્કમાં આવે છે અને ઘર્ષણના કારણે મોટો અવાજ આવવાનો શરૂ થઈ જાય છે. જો ઓઈલનું લેવલ ઓછું થાય તો એન્જિનમાં ઓઈલ પ્રેશરના કારણથી બેરિંગ વગેરેમાં અવાજ આવવા લાગે છે. સાથે જ ઓઈલ જૂનું થતાં મોટરમાંથી અવાજ આવવાનો શરૂ થઈ જાય છે.

ઘટવા લાગે છે ગાડીની ઉંમર:
એન્જિન તમારી ગાડીનો સૌથી મહત્વનો ભાગ હોય છે. એવામાં સમયસર ઓઈલ ચેન્જ ન કરાવવું તેની લાઈફને ઓછી કરે છે. તમારી ગાડીના એન્જિનના ભાગ લુબ્રિકેશનના અભાવે ઘસાવા લાગે છે અને અંતમાં કામ કરવાનું બંધ કરી દે છે. વાહન સારી રીતે ત્યાં સુધી જ કામ કરશે, જ્યાં સુધી તેની સંપૂર્ણ રીતે દેખરેખ થશે.

એન્જિન ઓવરહીટ કરવાનું શરૂ કરી દેશે:
જો તમારી ગાડીના એન્જિનમાં હંમેશા યોગ્ય માત્રામાં તેલ નહીં હોય તો તે એન્જિન પર તણાવ ઉભો કરશે. પરિણામ સ્વરૂપે એન્જિનનું ઓવરહીટિંગ થઈ શકે છે. તેલ તે સમયે ઘર્ષણને ઓછું કરવામાં મદદ કરે છે. જ્યારે કૂલન્ટ વાહનના તાપમાનને નિયંત્રિત કરે છે. એટલું જ નહીં એન્જિન ઓઈલનું સમયસર ચેન્જ ન થવું પોલ્યુશનને પણ વધારે છે. કેમ કે તેનાથી ગાડી હવામાં ધુમાડો પણ વધારે છોડે છે.

ઓઈલમાં બેદરકારી ખિસ્સા પર ભારે પડશે:
જો તમે ગાડી કે કારમાં યોગ્ય રીતે એન્જિન ઓઈલને મેન્ટેન કરતાં નથી તો સમજી લો કે તમારું ખિસ્સું ગરમ થવાનું છે. અનેક લોકોને લાગે છે કે વારંવાર ઓઈલ ચેન્જ કરવાના ખર્ચનું કામ હોઈ શકે છે. પરંતુ ધ્યાન રહો. તેનાથી તમારું એન્જિન ખરાબ થઈ શકે છે અને તેના પછી તમે એન્જિનને રિપેરિંગ કરાવશો તો તેનો ખર્ચ ઓઈલ કરતાં ઘણો વધારે આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news