નવી દિલ્હી : બિગ બોસ 12ના ઘરમાં ભજન સમ્રાટ અનૂપ જલોટા અને જસલીન મથારુની જોડીનું બ્રેકઅપ થઈ ગયું છે. હાલમાં સમાચાર આવ્યા હતા કે જસલીન ત્રણ મહિના પહેલાં પહેલા અનૂપથી પ્રેગનન્ટ થઈ ગઈ હતી. હવે આ મામલે જસલીનના પિતા કેસર મથારુ દિકરીના સમર્થનમાં આવ્યા છે. કેસરે એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ Telly Masalaને કહ્યું છે કે ''જ્યારે કોઈ પ્રેગનન્સીની વાત હોય ત્યારે એક ડોક્ટર હોય છે, એક નર્સ હોય છે, રજિસ્ટર હોય છે અને સિગ્નેચર પણ હોય છે. કોઈ તો પુરાવો હોય છે. જો આ વાત સાચી હોય તો આરોપ મૂકનાર મોડેલે સામે આવવું જોઈએ. હું મીડિયાને વિનંતી કરીશ કે જ્યાં સુધી આ વાતની પુષ્ટિ ન થાય ત્યાં સુધી એેને ખોટું પ્રોત્સાહન ન આપવું જોઈએ.''


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘બિગ બોસ 12’માં ભજન ગાયક અનુપ જલોટા અને જસલીન મથારુ રિલેશનશીપમાં હોવાનો ખુલાસો થયો. 65 વર્ષીય અનુપ 28 વર્ષીય જસલીન સાથે રિલેશનશીપમાં હોવાની વાતથી ખળભળાટ મચ્યો છે. જનસત્તામાં આવેલા રિપોર્ટ પ્રમાણે અનુપ અને જસલીનના સંબંધ વિશે અનીશા સિંહ શર્મા નામની એક મોડલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અનીશાએ કહ્યું કે, જસલીન ગયા વર્ષે પ્રેગ્નેન્ટ હતી અને તે બાળક અનુપનું હતું. અનીશાએ દાવો કર્યો કે, મેં જસલીન અને અનુપને ઝઘડતાં જોયા હતા. જસલીને અનુપની બેદરકારીના કારણે પ્રેગ્નેન્ટ થઈ હોવાનું જણાવ્યું હતું. અનીશાએ જણાવ્યું હતું કે, જસલીને અબોર્શન બાદ આ વિશે તેને જાણ કરી હતી.


રિયાલિટી શો 'બિગ બોસ'માં અનુપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ જસલીનની જોડી ચર્ચાનો મુદ્દો બની છે. જોકે હવે ધીરેધીરે અનુપ જલોટાની પોલ ખુલવાની શરૂ થઈ ગઈ છે. ભજન ગાયક અનુપ જલોટા અને તેનાથી 37 વર્ષ નાની શિષ્યાના અફેરની ચારે તરફ ચર્ચા છે ત્યારે નવીનવી વાત સામે આવી રહી છે. અનુપ જલોટાના અંગત જીવનની વાત કરીએ તો તે જસલીન પહેલાં ત્રણ વખત લગ્ન કરી ચૂક્યા છે. તેના બે લગ્નનો અંત ડિવોર્સ સાથે આવ્યો હતો જ્યારે ત્રીજી પત્ની મેઘા ગુજરાલના નિધન સાથે તેના લગ્નનો અંત આવી ગયો હતો. ન્યૂઝ પોર્ટલ લલ્લન ટોપના રિપોર્ટ પ્રમાણે અનુપ જલોટા પર વર્ષો પહેલાં એક ઇઝરાયલી મોડેલે કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...