નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા સાહા અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ચેટ સામે આવી જેમાં શ્રદ્ધા જયા પાસેથી સીબીડી ઓયલ માંગી રહી છે. તેની પહેલા જયા અને રિયા ચક્રવર્તીની ચેટ વાયરલ થઈ હતી. જયા સાહાની હાલ એનસીબીના અધિકારી પૂછપરથ કરી રહ્યાં છે. આ પૂછપરછમાં જયાના મોબાઇલમાંથી રિટ્રીવ થયેલા ડેટાથી સામે આવ્યું કે, બોલીવુડ અભિનેત્રી સેને સીબીડી ઓઇલ અને ડ્રગ્સ વિશે પૂછપરછ કરતી હતી. માનવામાં આવી રહ્યું છે કે રિયા બાદ જયા સાહા બોલીવુડના ડ્રગ્સ કાર્ટલને લઈને મહત્વની લિંક હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયા અને શ્રદ્ધા કપૂરની ચેટ આવી સામે
જયાની સાથે શ્રદ્ધા કપૂરની એક ચેટ સામે આવી છે. તેમાં જયા કહે છે- જબ તુમ નીચે આ જાઓ તો કોલ કરો. મેં નીચે આઉંગી અને તુમ્હે દે દૂંગીં. ત્યારબાદ જયા કહે છે, હું આજે સીબીડી ઓઇલ મોકલી રહી છું. તેના પર શ્રદ્ધા કપૂર કહે છે- હાય. થેંક યૂ. જયા સ્માઇલમાં જવાબ આપે છે. ત્યારબાદ શ્રદ્ધા કહે છે, સાંભળ હું ફરીથી SLBને મળવા ઈચ્છું છું. જાણવા મળી રહ્યું છે કે SLB બોલીવુડનું એક મોટુ નામ છે. 


ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સી આ મામલામાં જાણવા ઈચ્છે છે કે આખરે જયા ક્યાંથી સેલિબ્રિટી માટે સીબીડી ઓયલ લાવતી હતી. એજન્સી આ સિવાય SLB અને અમિતને લઈને પણ જયાની પૂછપરછ કરી શકે છે જેના નામ આ ચેટમાં સામે આવ્યા છે. જયા  સાથે બોલીવુડ પાર્ટીઓ અને હેશ જેવા ડ્રગ્સ સપ્લાઈ કરનાર ડ્રગ પેડલર્સને લઈને પણ વાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયાના Whatsapp ગ્રુપમાં ઘણા સેલિબ્રિટી છે. 


Sushant Singh Rajput ના બનેવીએ શેર કરી જૂની ચેટ, આ થઇ હતી વાત


જયા અને રિયાની ચેટમાં પણ આવ્યું હતું સીબીડી ઓયલનું નામ
આ પહેલા રિયા ચક્રવર્તી અને ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટની ટેલેન્ટ મેનેજર જયા સાહાની ચેટને ઈડીએ રિટ્રીવ કરી હતી, જેમાં જયાએ રિયાને કહ્યું હતું કે, સુશાંતને સીબીડી ઓઇલ આપવામાં આવે. ત્યારબાદ જયાની ઈડીએ પૂછપરછ કરી હતી. જયા સાહાએ ઈડીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેણે ક્યારેય CBD ઓઇલ જેવું કંઈ ક્યારેય કોઈને સપ્લાઈ કર્યું નથી. 


જયા પ્રમાણે સુશાંત સિંહ રાજપૂતે તેનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે ડિપ્રેશનનો સામનો કરી રહ્યો છે. તેના કારણે તેણે  CBD ઓઇલને ચા કે કોફીની સાથે લેવાની સલાહ આપી હતી, જેથી એક્ટર રિલેક્સ રહી શકે. જયાએ ઈડીને તે પણ કહ્યું કે, જે ઓઇલની તેણે સુશાંતને સલાહ આપી હતી તે સંપૂર્ણ રીતે લીગલ છે અને સરળતાથી શોપિંગ પોર્ટલ્સ પર મળી જાય છે અને તે ખુદ પણ પોતાના ડિપ્રેશન માટે તેનો ઉપયોગ કરી ચુકી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube