Sushant Singh Rajput ના બનેવીએ શેર કરી જૂની ચેટ, આ થઇ હતી વાત

બોલીવુડ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો પરિવાર ગત ત્રણ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન સુશાંતના પરિવારે સોશિયલ મીડિયાને પોતાની વાત કરવાનું માધ્યમ બનાવ્યું છે.

Sushant Singh Rajput ના બનેવીએ શેર કરી જૂની ચેટ, આ થઇ હતી વાત

નવી દિલ્હી: બોલીવુડ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો પરિવાર ગત ત્રણ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન સુશાંતના પરિવારે સોશિયલ મીડિયાને પોતાની વાત કરવાનું માધ્યમ બનાવ્યું છે. તેમની બહેનો સતત સુશાંતને લઇને પોસ્ટ લખે છે. તો બીજી તરફ હવે સુશાંતના બનેવી વિશાલ કિર્તી (Vishal Kirti) એ કેટલીક જૂની ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. 

આ દિવસોમાં સુશાંત કેસની તપાસ સીબીઆઇ, ઇડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો કરી રહ્યો છે. આ કેસમાં દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના બનેવી વિલાશ કિર્તીના આ વોટ્સએપ સ્ક્રીનશોટ્સ લોકોને ઇમોશનલ કરી રહ્યા છે. કારણ કે તેમાં થનારી વાતચીત બતાવી રહી છે કે સુશાંત કેટલા તેજ દિમાગવાળા વ્યક્તિ હતા. આ ચેટ વર્ષ 2018 ની છે. તેમાં બંનેની સાયન્સ વડે જોડાયેલા મુદ્દા પર વાતચીત થઇ રહી છે.

— vishal kirti (@vikirti) September 20, 2020

આ સ્ક્રીનશોટ્સ શેર કરતાં વિશાલ કીર્તિએ કેપ્શનમાં લખ્યું છે, 'આજે કેસમાં નવી વાતોની રાહ જોઇ રહ્યા છે, આ દરમિયાન હું સુશાંતની સાથે ઇન્ટલેક્ચુઅલ ચેટ સેશનની સુંદર યાદોને શેર કરી રહ્યા છે. યાદ અપાવે છે કે લોકોની સાથે આમને-સામને વાત કરવાનો શાનદાર અનુભવ છે તો બીજી ડિજિટલ કોમ્યુનિકેશન તેમને યાદ કરતાં સારી રીત છે. 

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સોમવારે સુશાંતની પૂર્વ મેનેજર શ્રૃતિ મોદી અને જયા શાહને પૂછપરછ માટે બોલાવી છે. આ બંને સાથે પૂછપરછ કરવા માટે NCB ની SIT ટીમે સમન મોકલી દીધું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news