ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના ફેમસ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોથી લઈને બોલિવુડના અનેક દિગ્ગજ સતત પોસ્ટ શેર કરી રહ્યાં છે. તેના નિધનથી અનેક લોકો ગમમાં છે. કોઈ પણ એ વિશ્વાસ કરવા તૈયાર નથી કે, હવે સુશાંત આપણા વચ્ચે નથી રહ્યાં. તેઓ પોતાની ફિલ્મી કરિયરમાં આગળ સારી રીતે વધી રહ્યાં હતા. પરંતુ માત્ર 34 વર્ષની ઉંમરમાં તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુશાંતના સ્યૂસાઈડને આજે એક સપ્તાહ પૂરો થઈ ગયો છે અને તેમની આત્મહત્યાનું કારણ હવે સામે આવી રહ્યું છે. 


વડોદરા : વાઘોડિયા GIDCની એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા લાગી આગ, બે કલાક બાદ પણ કાબૂ બહાર  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ આ મામલામાં તપાસ સતત વધારી રહી છે. ત્યારે હવે મિત્રો, નોકર અને સંબંધીઓ તેમજ સુશાંત સિંહની સાથે કામ કરનારા લોકો અને પ્રોડક્શન હાઉસિસની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સુશાંતસિંહની આત્મહત્યાના મામલામાં મુંબઈ પોલીસે બોલિવુડ એક્ટ્રસ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની ગુરુવારે સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી.. મુંબઈ પોલીસે રિયાની લગભગ 11 કલાક પૂછપરછ કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો રિયાને સતત ટ્રોલ કરી રહ્યાં છે. 


ચીનના પેટમાં ફાળ પડશે, દાયકા જૂના સૈન્ય સાથીદારની વિક્ટરી પરેડમાં ભાગ લેશે ભારત


આ વચ્ચે bollywoodlife.com માં પ્રકાશિત એક ખબર અનુસાર, દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતા રાબિયા અમીને રિયા ચક્રવર્તી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ દાવો કર્યો છે કે, રિયાએ સુશાંતને અનુભવ કરાવ્યું કે, તેની સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે. તેઓએ એમ પણ દાવો કર્યો કે, રિયાએ સુશાંતને વિશ્વાસ અપાવ્યો કે તે માનસિક રીતે બીમાર છે. રિયાએ સુશાંતનો ફોન એ સમયે ન ઉપાડ્યો, જે સમયે તેને તેની જરૂર હતી. રિયાને કામ કરવાની એટલી લાલચ હતી કે તે તેના માટે કંઈ પણ કરવા તૈયાર હતી. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાબિયાએ સુશાંતના સ્યૂસાઈડ બાદ સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાબિયાએ સલમાન ખાન પર આરોપ મૂકતા કહ્યું કે, જે પણ થયું તેનાથી મને 2015ની યાદ આવી ગઈ. જ્યારે હું એક સીબીઆઈ ઓફિસને મળવા ગઈ હતી. તે ઓફિસરે મને લંડન બોલાવી હતી અને મને કેટલાક મહત્વના પુરાવા મળ્યા હતા. જ્યારે હું ત્યાં પહોંચી તો મેં જોયું કે, મને સલમાન ખાનનો ફોન આવે છ. તે અમને રૂપિયાની વાત કરે છે. કહેવાય છે કે, યુવકની પૂછપરછ ન કરો. તેને કંઈ કરવાનું નથી, તો હવે અમે શું કરીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર