ભવાની ભાટી, જોધપુર: બહુચર્ચિચ કાળિયાર શિકાર કેસમાં એસીજેએમ ગ્રામીણ કોર્ટની 5 વર્ષની સજા વિરૂદ્ધ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની અપીલ તથા આર્મ્સ એક્ટમાં સલમાનને મુક્ત કરવા વિરૂદ્ધ રાજ્ય સરકારની અપીલ સહિત કેસ પર આજે (સોમવારે) જિલ્લા તથા સેશન કોર્ટ જિલ્લા જોધપુરમાં સુનાવણી થઇ. સુનાવણી દરમિયાન કોર્ટે આગામી સુનાવણી વખતે અભિનેતા સલમાન ખાને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold price today: સોના-ચાંદીમાં તેજી, જાણો રોકાણ માટે શું છે ઓપ્શન


તો બીજી તરફ કેસની આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ થશે. તમને જણાવી દઇએ કે કાળિયાર કેસમાં આરોપી અભિનેતા સલમાન ખાનને જોધપુરના સીજેએમ ગ્રામીણ કોર્ટે કાળિયાર કેસના દોષી ગણાવતાં 5 વર્ષની સજા સંભળાવી હતી. 


સીજેએમ ગ્રામીણ કોર્ટના 5 વર્ષની સજા વિરૂદ્ધ સલમાન ખાના અધિવક્ત્તાએ જિલ્લા તથા સેશન કોર્ટ જોધપુર જિલ્લામાં અપીલ દાખલ કરી. આ અપીલની સાથે સીજીમ ગ્રામીણ કોર્ટ દ્વારા સલમાન ખાનને આર્મ્સ એક્ટમાં મુક્ત કરવા વિરૂદ્ધ રાજ્ય સરકાર તરફથી દાખલ અપીલ સહિત કેસ પર આજે સુનાવણી થઇ. સુનાવણી દરમિયાન સરકાર તરફથી વકીલ લાદા રામ વિશ્નોઇએ પક્ષ રજૂ કર્યો. 

આવી ગઇ Hyundai ની સૌથી ધાંસૂ SUV, આજે છે Tucson નું વર્લ્ડ પ્રીમિયર


તો બીજી તરફ સલમાન ખાન તરફથી તેમના વકીલ હસ્તીમલ સારસ્વતએ પક્ષ રજૂ કર્યો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે કેસ પર સુનાવણી માટે 28 સપ્ટેમ્બરના રોજ સમય નક્કી કર્યો. સાથે જ આગામી સુનાવણી દરમિયાન આરોપી ફિલ્મ અભિનેતા સલમાન ખાનને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. હવે કેસ પર આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ થશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube