Gold price today: સોના-ચાંદીમાં તેજી, જાણો રોકાણ માટે શું છે ઓપ્શન

ETF એટલે કે એક્સચેંડ ટ્રેડેડ ફંડ્સ. ETFના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારની સિક્યોરિટી હોય છે. ETFનું રિટર્ન ઇન્ડેક્સ પર નિર્ભર કરે છે. ETF શેર બજારમાં લિસ્ટ થાય છે.

Gold price today: સોના-ચાંદીમાં તેજી, જાણો રોકાણ માટે શું છે ઓપ્શન

નવી દિલ્હી: સોનાના ભાવમાં  (gold price today) સોમવારે 14-9-2020 ને બજાર ખુલતાં જ તેજી જોવા મળી છે. સવારે લગભગ 10.00 વાગે સોના મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર લગભગ 122.00 રૂપિયાની તેજી સાથે 51441.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. ચાંદી 225.00 રૂપિયાની તેજી સાથે 68153.00 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી હતી. 

બીએન વૈદ્ય એન્ડ એસોસિએટ્સ (B.N. Vaidya and Associates)ના ભાર્ગવ વૈદ્ય (Bhargava Vaidya)ના અનુસાર અત્યારે સોનાનો જે ભાવ છે તે રોકાણકારો માટે એન્ટ્રીની સારી તક છે. આ સ્તર પર રોકાણ કરવાથી સોનામાં રોકાણકારોને સારું રિટર્ન મળશે. જે રોકાણકારોના પોર્ટફોલિયામાં સોનું નથી. અથવા પછી ઓછું છે તેમને સોનામાં રોકાણ વધારવું જોઇએ. 

મોતીવાલ ઓસવાલ (Motilal Oswal Commodities)ના કિશોર નરાણેના અનુસાર જો તમે લાંબા સમય માટે સોનામાં રોકાણ કરવા માંગો છો તો આ સારી તક છે. 2021ના અંત સુધી સોનું 65,000 રૂપિયાના લેવલ પર પહોંચવાની સંભાવના છે. 

બંનેને મેનેજ કરવાની રીત અલગ છે. ગોલ્ડ મ્યૂચૂઅલ ફંડનું રોકાણ ગોલ્ડ ETF માં NAV ગોલ્ડ ETFના પ્રદર્શનથી લિંક છે. ગોલ્ડ ફંડનું પ્રદર્શન ગોલ્ડની કિંમત પર નિર્ભર કરે છે. ગોલ્ડ ETF ની પ્યોરિટી 99.5 ટકા હોય છે. ફિજિકલ ગોલ્ડ સેબી એપ્રૂવ્ડ કસ્ટોડિયન પાસે રાખે છે. MF કેલકુલેટેડ પ્રાઇસ પર ખરીદવામાં આવે છે. મ્યૂચુઅલ ફંડમાં ફંડ મેનેજર નિર્ણય લે છે. 

શું છે ETF
ETF એટલે કે એક્સચેંડ ટ્રેડેડ ફંડ્સ. ETFના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારની સિક્યોરિટી હોય છે. ETFનું રિટર્ન ઇન્ડેક્સ પર નિર્ભર કરે છે. ETF શેર બજારમાં લિસ્ટ થાય છે. તેને સરળતાથી ખરીદી વેચી શકાય છે. ગોલ્ડ ETF એટલે કે ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ. તેમાં શેરની માફક રોકાણ કરી શકો છો. ગોલ્ડ ETFની કિંમત સોનાના ભાવ પર નિર્ભર કરે છે. રોકાણ માટે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. તેમાં એક હપ્તો અથવા નિયમિત અંતરે પૈસા લગાવી શકો છો. 

સોનામાં રોકાણ વખતે આ વાતનું ધ્યાન રાખો
સોનામાં રોકાણનો અર્થ ઘરેણા ખરીદવાનો નથી. સોનામાં નાણાકીય અસેટ તરીકે રોકાણ કરવું જોઇએ. ગોલ્ડ MF અથવા ગોલ્ડ ETF રોકાણ સારો વિકલ્પ છે. ફિજિકલ ગોલ્ડ રોકાણનો સારો વિકલ્પ નથી. કારણ કે તેમાં તમને સોનાની શુદ્ધતાની ચિંતા અને તેને વેચવામાં ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news