Kangana ranaut એ ભાઈ-બહેનોને આપી આટલા કરોડની ભેટ, ચંદીગઢમાં ખરીદ્યા 4 ફ્લેટ
Kangana ranaut gifts 4 flats to rangoli chandel and other cousins: કંગના રનૌતે પોતાની બહેન રંગોલી ચંદેલ, ભાઈ અક્ષત અને બે અન્ય કઝિન્સને ફ્લેટ ગિફ્ટ કર્યા છે. આ ફ્લેટ્સ હજુ અન્ડર કંસ્ટ્રક્શન છે અને વર્ષ 2023 સુધી બની તૈયાર થઈ જશે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut) પોતાના નિવેદનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. એકવાર ફરી તે ચર્ચામાં છે પરંતુ પોતાના નિવેદનને લઈને નહીં પણ ભાઈ-બહેનને આપેલી ગિફ્ટને લઈને ચર્ચામાં છે. હકીકતમાં કંગના રનૌતે પોતાની બગેન રંગોલી ચંદેલ, ભાઈ અક્ષત અને બે અન્ય કઝિન્સને ફ્લેટ ગિફ્ટ આપ્યા છે. મહત્વનું છે કે આ ફ્લેટ્સની કિંમત ચાર કરોડ રૂપિયા છે.
કંગના રનૌતે (Kangna Ranaut) પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'મેં લોકોને પોતાની સંપત્તિ પોતાના પરિવારજનોને આપવા માટે પ્રોત્સાહિત કરવા ઈચ્છુ છું. યાદ રાખો, ખુશીઓ વેંચવાથી વધે છે. આ ખુબ લક્ઝરી એપાર્ટમેન્ટ છે જે હજુ અંડર કન્સ્ટ્રક્શન છે. વર્ષ 2023 સુધી બનીને તૈયાર થઈ જશે પરંતુ હું ખુશનસીબ છું કે આ બધુ પોતાના પરિવાર માટે કરી શકી.'
આ પણ વાંચોઃ Karan Johar નહીં શરૂ કરે પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ, નિષ્ફળ જવાનો લાગી રહ્યો છે ડર
કંગના રનૌતના નજીકના એક વ્યક્તિએ જણાવ્યું, કંગના હંમેશા પોતાના ભાઈ-બહેનો માટે ખુબ સપોર્ટિવ રહી છે અને તેણે તેને સમયે-સમયે સાબિત પણ કર્યું છે. આ વખતે કંગના રનૌતે ચંડિગઢના પોશ વિસ્તારમાં આલીશાન ફ્લેટ ગિફ્ટ કર્યો છે. આ પ્રોપર્ટી એરપોર્ટની ખુબ નજીક છે અને ચંડિગઢની સારી જગ્યામાં હાજર છે અને આસ-પાસમાં સારા મોલ્સ અને રેસ્ટોરન્ટ છે. હિમાચલના લોકો હંમેશા પોતાનું ધર બનાવવાનું સપનું જુએ છે અને કંગનાએ પોતાના ભાઈ-બહેનના આ સપનાને સાકાર કરી દેખાડ્યું છે.
એવુ લાગે છે કે કંગના રનૌત જોર્જ કલૂનીના પગલા પર ચાલી રહી છે. તેમણે એકવાર પોતાના મિત્રોને 1 મિલિયન કેશ આપ્યા છે. કંગના રનૌત (Kangna Ranaut) પોતાના ભાઈ-બહેનોનું ખુબ ધ્યાન રાખે છે. હાલમાં તેણે ઉદયપુરમાં પોતાના ભાઈ અક્ષતના લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું.
આ પણ વાંચોઃ Drug Case: Sushant Singh Rajput ના ખાસ મિત્રની NCB એ કરી ધરપકડ
કંગનાના રનૌતના વર્કફ્રંટની વાત કરીએ તો તે ઘણી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. તેની પાઇપલાઇનમાં તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે જયલલિતાની બાયોપિક થલાઇવી, ઈન્દિરા ગાંધીની બાયોપિક તેજસ, ધાકડ અને મણિકર્ણીકાની સીક્વલ જેવી ફિલ્મો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube