શિવસેનાની ધમકી...છતાં આજે મુંબઇ પહોંચશે Kangana Ranaut, કોરોના ટેસ્ટ પણ થયો
વાય કેટેગરીની સુરક્ષા સાથે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે ચંડીગઢ એરપોર્ટ પહોંચશે. બપોરે લગભગ 12.30 વાગે ચંડીગઢથી મુંબઇ માટે રવાના થશે. હાલ તે હિમાચલ પ્રદેશના મંડી ખાતેના પોતાના ઘરે છે.
મુંબઇ: વાય કેટેગરીની સુરક્ષા સાથે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) આજે ચંડીગઢ એરપોર્ટ પહોંચશે. બપોરે લગભગ 12.30 વાગે ચંડીગઢથી મુંબઇ માટે રવાના થશે. હાલ તે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મંડી ખાતેના પોતાના ઘરે છે. મંગળવારે હિમાચલ પ્રદેશના મંડીમાં કંગના પોતાના ગામ ભાવલા પહોંચી જ્યાં ઘરની બહાર તેના ફેન્સની ભીડ ઉમટી હતી.
રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ સુશાંતની બહેને ટ્વીટ કરી કહી આ વાત
કંગના રનૌતના ડ્રગ્સ આરોપોની તપાસ કરાવશે મહારાષ્ટ્ર સરકાર
આ દરમિયાન જ્યારે કંગના પોતાના ગામ ભાવલા પહોંચી તો ત્યાં તેના ઘરે પોલીસ ફોર્સ તૈનાત હતી. કંગનાએ તેના ફેન્સને કહ્યું તે તેઓ તેની સાથે છે. આ બાજુ મહારાષ્ટ્ર સરકાર કંગના રનૌતના ડ્રગ્સના આરોપોની તપાસ કરાવશે. શિવસેનાએ કંગના વિરુદ્ધ થાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. કંગના વિરુદ્ધ ડ્રગ્સ આરોપોની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર અભિનેતા શેખર સુમનના પુત્ર અધ્યયન સુમનના ઈન્ટરવ્યુને આધાર બનાવશે.
આમને-સામનેઃ કંગનાને BMCએ ફટકારી નોટિસ, ઓફિસ તોડવાની આપી ધમકી
કંગના રનૌતની ટ્વીટ
કંગનાએ થોડીવાર પહેલા જ ટ્વીટ કરીને કહ્યું કે રાણી લક્ષ્મીબાઈના સાહસ, શૌર્ય અને બલિદાનને હું ફિલ્મ દ્વારા જીવી છું. દુખની વાત એ છે કે મને મારા જ મહારાષ્ટ્રમાં આવતા રોકવામાં આવી રહી છે. હું રાણી લક્ષ્મીબાઈના પદચિન્હો પર ચાલીશ. ડરીશ નહીં કે ઝૂકીશ નહીં. ખોટા વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહીશ. જય મહારાષ્ટ્ર, જય શિવાજી....
ડ્રગ્સ કનેક્શનમાં NCB તૈયાર કર્યું બોલીવુડ સિતારાઓનું લિસ્ટ, પાર્ટીઓને પણ થયો ખુલાસો
ગૃહમંત્રી અનિલ દેશમુખને કંગનાએ આપ્યો જવાબ
ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે અધ્યયન સુમને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંગના ડ્રગ્સ લે છે અને તેને પણ ડ્રગ્સ માટે ફોર્સ કરતી હતી. ગૃહમંત્રી દેશમુખના નિવેદન પર કંગનાએ જવાબ આપતા કહ્યું કે કૃપા કરીને મારો ટેસ્ટ કરાવો. મારા કોલ રેકોર્ડ ચેક કરાવો. કંગનાએ વધુમાં કહ્યું કે જો ડ્રગ્સ પેડલર્સ સાથે મારી કોઈ લિંક નીકળશે તો હું મારી ભૂલ સ્વીકારીશ અને મુંબઇ હંમેશા માટે છોડીને જતી રહીશ. તમને મળવાની રાહ જોઉ છું.
ઉદ્ધવનો કંગના પર વ્યંગ: કેટલાક લોકો જ્યાંથી કમાતા હોય છે તે શહેરને આભારી નથી રહેતા
કંગનાની ઓફિસ પર બીએમસીની નોટિસ
બીજી બાજુ બીએમસીએ કંગનાની ઓફિસ પર નોટિસ ફટકારીને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. કંગનાએ ઓફિસમાં કરાયેલા 10 નિર્માણ કાર્યને બીએમસીએ ગેરકાયદેસર ગણાવ્યાં છે. જ્યારે હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે કંગના હિમાચલની પુત્રી, મુંબઇમાં જઈને પ્રદેશનું નામ રોશન કર્યું છે.
કંગનાનો કોવિડ-19 રિપોર્ટ નિગેટિવ
મનાલીમાં 7 સપ્ટેમ્બરે સ્વાસ્થ્ય વિભાગે કોવિડ-19 માટે કંગના રનૌતનો ટેસ્ટ કર્યો હતો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેની બહેન રંગોલી ચંદેલ અને પીએનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube