Kangana Ranaut એ મુંબઇ પહોંચતા પહેલા જ ફોડ્યો `ટ્વીટ બોમ્બ`, જાણો શું કહ્યું?
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત મુંબઇ પહોંચે તે પહેલા જ વિવાદ વધી ગયો છે. મહારાષ્ટ્ર સરકાર કંગનાની ડ્રગ્સ મામલે તપાસ કરવાની તૈયારીમાં છે જ્યારે બીજી બાજુ થાણામાં શિવસેનાના આઈટી સેલે રાજદ્રોહની ફરિયાદ દાખલ કરી છે અને મુંબઇમાં બીએમસીએ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણની નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત મુંબઇ પહોંચે તે પહેલા જ વિવાદ વધી ગયો છે. મહારાષ્ટ્ર સરકાર કંગનાની ડ્રગ્સ મામલે તપાસ કરવાની તૈયારીમાં છે જ્યારે બીજી બાજુ થાણામાં શિવસેનાના આઈટી સેલે રાજદ્રોહની ફરિયાદ દાખલ કરી છે અને મુંબઇમાં બીએમસીએ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણની નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
શિવસેનાની ધમકી...છતાં આજે મુંબઇ પહોંચશે Kangana Ranaut, કોરોના ટેસ્ટ પણ થયો
મુંબઇ આવતા પહેલા કંગનાએ કરી ટ્વીટ
વાય કેટેગરીના સુરક્ષા કવચ સાથે કંગના રનૌત આજે ચંડીગઢ એરપોર્ટ પહોંચશે. બપોરે લગભગ 12:30 વાગે ચંડીગઢથી મુંબઇ માટે રવાના થશે. જો તે પહેલા જ કંગનાએ ટ્વીટ કરીને કહ્યું કે "રાણી લક્ષ્મીબાઈના સાહસ, શૌર્ય અને બલિદાનને હું ફિલ્મ દ્વારા જીવી છું. દુ:ખની વાત એ છે કે મને મારા જ મહારાષ્ટ્રમાં આવતા રોકવામાં આવી રહી છે. હું રાણી લક્ષ્મીબાઈના પદચિન્હો પર ચાલીશ. ડરીશ નહીં કે ઝૂકીશ નહીં. ખોટા વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહીશ. જય મહારાષ્ટ્ર, જય શિવાજી...."
NCB લોકઅપમાં 'આ' કામ કરીને રિયાએ રાત પસાર કરી, આજે જેલમાં થશે શિફ્ટ
હવે સવાલ એ છે કે શું સુશાંત માટે ન્યાયની લડત કંગના વિરુદ્ધ શિવસેના થઈ ગઈ છે? હવે આ સમગ્ર મામલાને આ રીતે સમજો. શેખર સુમનના પુત્ર અધ્યયન સુમને એક અખબારને ઈન્ટરવ્યુ આપ્યો. તેણે કંગના પર આરોપ લગાવતા કહ્યું કે એક પાર્ટીમાં કંગનાએ તેને જોરથી થપ્પડ મારી. ત્યારબાદ કારમાં પીટાઈ કરી. જ્યારે અધ્યયને તેને ઘરે છોડી ત્યારે પણ તેની સાથે અભદ્રતા કરી. તેનો ફોન પણ દીવાલ પર પછાડીને તોડી નાખ્યો.
આમને-સામનેઃ કંગનાને BMCએ ફટકારી નોટિસ, ઓફિસ તોડવાની આપી ધમકી
કંગનાનો ગૃહમંત્રીને જવાબ
ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે અધ્યયન સુમને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંગના ડ્રગ્સ લે છે અને તેને પણ ડ્રગ્સ માટે ફોર્સ કરતી હતી. ગૃહમંત્રી દેશમુખના નિવેદન પર કંગનાએ જવાબ આપતા કહ્યું કે કૃપા કરીને મારો ટેસ્ટ કરાવો. મારા કોલ રેકોર્ડ ચેક કરાવો. કંગનાએ વધુમાં કહ્યું કે જો ડ્રગ્સ પેડલર્સ સાથે મારી કોઈ લિંક નીકળશે તો હું મારી ભૂલ સ્વીકારીશ અને મુંબઇ હંમેશા માટે છોડીને જતી રહીશ. તમને મળવાની રાહ જોઉ છું. સ્પષ્ટ છે કે વિવાદ વધી ગયો છે. પરંતુ મોટો સવાલ એ છે કે આખરે સુશાંત માટે શરૂ થયેલી ન્યાયની લડત... આ કયા વળાંકે પહોંચી છે?
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube