NCB લોકઅપમાં 'આ' કામ કરીને રિયાએ રાત પસાર કરી, આજે ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરાઈ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની મંગળવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે ધરપકડ કરી લીધી. નીચલી કોર્ટે તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. જ્યારે બીજી બાજુ રિયાની પહેલી રાત NCBના લોકઅપમાં પસાર થઈ. અહીં તેણે આખી રાત જાગીને પસાર કરી હતી. 

NCB લોકઅપમાં 'આ' કામ કરીને રિયાએ રાત પસાર કરી, આજે ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરાઈ

મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) સંલગ્ન ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તી (Reha Chakraborty) ની મંગળવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે ધરપકડ કરી લીધી. નીચલી કોર્ટે તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. જ્યારે બીજી બાજુ રિયાની પહેલી રાત NCBના લોકઅપમાં પસાર થઈ. અહીં તેણે આખી રાત જાગીને પસાર કરી હતી. જો કે આજે રિયા ચક્રવર્તીને ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરાઈ છે. 

She was arrested by the agency yesterday, in connection with a drug case related to #SushantSinghRajput's death pic.twitter.com/XWyn60Nunf

— ANI (@ANI) September 9, 2020

NCBએ રિયાને ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરી
NCBએ આજે સવારે રિયા ચક્રવર્તીને ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરી. કાયદાકીય પ્રક્રિયામાં વાર લાગવાના કારણે રિયાને મંગળવારે મોડી રાતે એનસીબી ઓફિસમાં  બનેલા લોકઅપમાં રાખવામાં આવી હતી. જેલ મેન્યૂઅલ મુજબ સૂર્યાસ્ત બાદ કેદીની એન્ટ્રી જેલમાં થતી નથી. રિયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. 

They have been arrested by Narcotics Control Bureau (NCB) in connection with #SushantSinghRajputCase pic.twitter.com/gXqTtIqfPI

— ANI (@ANI) September 9, 2020

ઝોનલ હેડે આપ્યો હતો ફક્ત 2 લાઈનનો જવાબ
અત્રે જણાવવાનું કે રિયાને જેલ થયા બાદ એનસીબી મુંબઇના ઝોનલ હેડ સમીર વાનખેડેએ મીડિયા સાથે વાત કરી. તેમણે ફક્ત બે લાઈનમાં જવાબ આપ્યો કે કોર્ટે રિયા ચક્રવર્તીને 22 સપ્ટેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી છે. કોર્ટના આદેશ મુજબ મંગળવારની રાત રિયા ચક્રવર્તીને એનસીબી ઓફિસમાં જ રખાશે અને બુધવારે જેલમાં મોકલી દેવાશે.

રિયાના વકીલની અરજી કોર્ટે ફગાવી હતી
રિયાના વકીલ સતીષ માનશિંદેએ જામીન અરજી આપી હતી જેને કોર્ટે ફગાવી દીધી. હવે રિયાના વકીલ સતીષ માનશિંદે આજે સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. જો ત્યાંથી પણ જામીન નહીં મળે તો હાઈ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. રિયા પર કલમ 27એ લાગી છે. આ કલમમાં 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. 27એમાં ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગમાં પૈસાની લેવડદેવડનો મામલો આવે છે. જેમાં અપરાધીને દંડ તરીકે 10 વર્ષની સજા થઈ શકે છે. જે કલમમાં 10 વર્ષ કે તેનાથી વધુની જોગવાઈ હોય તેવા કેસમાં સામાન્ય રીતે કોર્ટ જામીન આપતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news