Kanika Mann Injury: ખતરોં કે ખિલાડી શો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ શોનું શૂટિંગ કેપટાઉનમાં શરૂ થઈ ગયું છે અને કન્ટેસ્ટેન્ટને ખતરનાક ટાસ્ક આપવાનું શરૂ થઈ ગયું છે. આ શોમાં ભાગ લેનાર કનિકા માનની તાજેતરમાં એક તસવીર સામે આવી છે, જેમાં તે ઇજાગ્રસ્ત જોવા મળી રહી છે. હવે તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કનિકા માન થઈ ઇજાગ્રસ્ત
હાલમાં દક્ષિણ આફ્રિકામાં કન્ટેસ્ટેન્ટ્સ ખતરનાક સ્ટંટ કરી પોતાની જર્ની આગળ વધારી રહ્યા છે. આ સ્ટંટના કારણે એક એક્ટ્રેસનો હાથ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને હવે તે એક્ટ્રેસની તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. ઇજાગ્રસ્ત કનિકા માનના નિશાન જોયા બાદ લોકો તેને ખતરનાક ખેલાડી કહી રહ્યા છે. તે ઇજાના નિશાનને ગર્વ સાથે દેખાડી રહી છે.


ફેડ રિઝર્વના નિર્ણય બાદ ગ્લોબલ માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 450 પોઇન્ટની તેજી


ટૂંક સમયમાં શરૂ થશે ખતરોં કે ખિલાડીની 12 સીઝન
એડવેન્ચરથી ભરપૂર ખતરોં કે ખિલાડીની 12 સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. આ શો 2 જુલાઈથી ટીવી સ્ક્રીન ઓનએર થશે. આ શોને દર વખતની જેમ રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યો છે. આ વખતે શોમાં રૂબીના દિલેક, પ્રતીક સહજપાલ, સૃતિ ઝા, નિશાંત ભટ્ટ, મિસ્ટર ફેઝૂ, શિવાંગી જોશી, જન્નત ઝુબેર, તુષાર કાલિયા, મોહિત મલિક, એરિકા પેકર્ડ, ચેતના પાંડે, કનિકા માન, અનેરી વજાની અને રાજીવ અદાતિયા જોવા મળશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube