નવી દિલ્હીઃ પૂર્વ ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીની એનસીબીમાં ડ્રગ્સ એંગલની તપાસ કરવા માટે નિવેદન કરતા ફરિયાદ દાખલ કરાવી છે. બોલીવુડના કલાકારોનો એક વીડિયો પાછલા વર્ષે વાયરલ થયો હતો. શિરોમણી અકાલી દળના પૂર્વ ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ બોલીવુડની કથિક નશીલી ડ્રગ્સ પાર્ટીઓની સમસ્યા વિશે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની પાસે એક ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એજન્સીને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે કે કરણ જોહરના ઘરે પાછલા વર્ષે ડ્રગ્સ પાર્ટી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનસીબી પ્રમુખ રાકેશ અસ્થાનાને આપેલા પોતાના પત્રને સોશિયલ મીડિયા પર શેર કરતા સિરસાએ કહ્યુ કે, તેઓ તેમને મળ્યા અને વીડિયોની તપાસ કરવા માટે કર્યું છે. સિરસાએ કહ્યુ, 'હું રાકેશ અસ્થાના @narcoticsbureauat BSF હેડ ક્વાર્ટર દિલ્હીમાં મળ્યો. મેં ફિલ્મ નિર્માતા કરણ જોહર વિરુદ્ધ તપાસ અને કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી અને મુંબઈમાં કરણ જોહરના ઘર પર થયેલી ડ્રગ્સ પાર્ટીના આયોજનના વીડિયોની તપાસ કરવા કહ્યું છે.'


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube