મુંબઇ : હાલમાં આખી દુનિયામાં KIKI Challenge બહુ લોકપ્રિય બની છે.  હાલમાં બોલિવૂડના સ્ટાર્સ પર પણ હવે #InMyFeelings Challenge શોખ વધવા લાગ્યો છે. દુનિયાભરમાં KIKI Challange ચેલેન્જ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ચેલેન્જને લોકો કેનેડાના રેપર ડ્રેક (Drake)ની આવેલી લેટેસ્ટ આલ્બમ ‘Scorpion’ના સોન્ગ ‘In My Feelings’ની સાથે કરી રહ્યા છે.


પરંતુ ઓરિજનલ વીડિયો જેણે જોયો હશે તેમને ખબર પડશે કે ‘In My Feelings’ સોન્ગમાં આવો ડાન્સ નથી, પરંતુ લોકો અલગ અંદાજમાં આ ચેલેન્જ કરતા જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં બોલિવૂડની મશહૂર ડાન્સર નોરા ફતેહીએ એક્ટર વરુણ શર્મા સાથે આ ચેલેન્જ પૂરી કરી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...