Lalita Pawar Unknown Facts: આજે આપણે બોલિવૂડની એવી અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ક્યારેક પડદા પર ગુસ્સે થઈ ગયેલી સાસુ તો ક્યારેક લોભી સાસુ બની. જો કે, જે પાત્ર માટે તેને હજુ પણ યાદ કરવામાં આવે છે તે છે દુષ્ટ મંથરા.. તમે બિલકુલ સાચું સમજ્યા… આજે અમે બોલિવૂડમાં વિલન બની ગયેલી અભિનેત્રી લલિતા પવાર વિશે વાત કરવાના છીએ. 'રામાયણ'માં ભગવાન રામના વનવાસનું કારણ બનેલી મંથરાને વાસ્તવિક જીવનમાં ભલે કોઈ સજા મળી હોય કે ન મળી હોય, પરંતુ રીયલ લાઈફની આ મંથરાને ઘણી સજા મળી હતી. વનવાસ કાપ્યા બાદ સ્વાગત માટે ફિલ્માવાયેલા દ્રશ્યમાં લલિતા પવાર સાથે કંઈક એવું બન્યું કે તે આજે પણ હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રીની જન્મજયંતિ નિમિત્તે અમે તમને તેમના જીવનની એવી જ કહાનીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રીથી વિલન સુધીની સફર
નવ વર્ષની નાની ઉંમરે સિનેમાના પડદા પર પોતાની સફર શરૂ કરનાર લલિતા પવારનો જન્મ 18 એપ્રિલ 1961ના રોજ નાશિકમાં થયો હતો. બોલિવૂડમાં લલિતા પવાર તરીકે જાણીતી અભિનેત્રીનું સાચું નામ અંબા લક્ષ્મણ રાવ શગુન હતું. અભિનેત્રી તરીકે કરિયરની શરૂઆત કરનાર લલિતા પવારના જીવનમાં ફિલ્મના સેટ પર એક એવી ક્ષણ આવી, જેણે તેમનું સમગ્ર જીવન અને ચહેરો બદલી નાખ્યો. વાસ્તવમાં સ્ક્રીપટ મુજબ ભગવાન દાદાએ લલિતા પવારને જોરથી થપ્પડ મારવાનો હતો અને જ્યારે તેમણે સ્ક્રિપ્ટની માંગ પૂરી કરવા માટે આમ કર્યું, ત્યારે બધું બદલાઈ ગયું. હકીકતમાં, તે થપ્પડ એટલી જોરદાર હતી કે લલિતા પવારનો ચહેરો અને તેની ડાબી આંખ નાની થઈ ગઈ. બસ એ અકસ્માત પછી લલિતા પવાર ફિલ્મી પડદે વિલન બની ગઈ.


આ પણ વાંચો:
અમદાવાદમાં CBI- NDRFની ટીમને મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા
ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન
મેક્સવેલ-ડુ પ્લેસિસની તોફાની ઈનિંગ એળે ગઈ, CSK એ રોમાંચક મેચમાં RCB ને હરાવ્યું


વિલન તરીકે શાસન કર્યું
આ દુર્ઘટના પછી જ્યારે લોકો વિચારી રહ્યા હતા કે લલિતા પવાર ક્યારેય સિનેમાના પડદા પર પાછા નહીં ફરે, ત્યારે તેણે તે કર્યું જેની કોઈને અપેક્ષા નહોતી. તે એક પછી એક ફિલ્મોમાં ખલનાયક તરીકે દેખાતી રહી અને પોતાનું કૌશલ્ય દેખાડતી રહી. પછી એક સમય એવો આવ્યો જ્યારે તેને એક એવો રોલ મળ્યો, જેના માટે તેને આજે પણ આખા દેશમાં યાદ કરવામાં આવે છે. આ ભૂમિકા રામાનંદ સાગરની પ્રખ્યાત 'સંપૂર્ણ રામાયણ'ની. રામ, લક્ષ્મણ, ભરત, સીતા....ની સાથે દુષ્ટ મંથરાનો 'રામાયણ'માં હંમેશા મહત્વનો હાથ છે. જો મંથરા ન હોત તો 'રામાયણ' ક્યારેય ન બની હોત... અને આ પાત્ર લલિતા પવારે ભજવ્યું હતું.


જ્યારે મંથરાના પગ સળગતા દીવાથી બળી ગયા હતા
જ્યારે પણ લલિતા પવાર સ્ક્રીન પર આવતી ત્યારે લોકો તેને તાળીઓથી વધાવતા હતા. આ વાર્તા ભગવાન રામના વનવાસમાંથી પાછા ફરવાના દ્રશ્યના ફિલ્માંકનના સમયની છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે તમામ નગરજનોએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ સીન માટે સેટ પર દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા. તે દરમિયાન લલિતા પવાર શ્રી રામની આરતી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા અને આ ઉત્સાહમાં તેમણે સળગતા દીવા પર પગ મૂક્યા હતા. તેના બંને પગ ખરાબ રીતે દાઝી ગયા હતા અને તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તે માનતી ન હતી અને તેણે પૂરા ઉત્સાહ સાથે શૂટિંગ પૂરું કર્યું હતું.


આ પણ વાંચો:
સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવા જતા આધેડે પ્રતિકાર કરતા હત્યા, હત્યાનો ભેદ ઉકેલાયો
સુરત પોલીસે માનવતા મહેકાવી, વૃદ્ધાશ્રમ દત્તક લેતા જોવા મળ્યું કડક પોલીસનું નરમ રૂપ
મોટો ઝટકો! કચ્છની કેસર કેરીના ચાહકોને કેટલી જોવી પડશે રાહ? સામે આવ્યા છે મોટા સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube