સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવા જતા આધેડે પ્રતિકાર કરતા હત્યા, ઉધનામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો
બંને કર્મચારીઓએ આધેડ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આધેડે પ્રતિકાર કરતા તેને માર મારી તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
Trending Photos
પ્રશાંત ઢીવરે-સુરત: ઉધનામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતા આધેડે પ્રતિકાર કરતા હોટેલના બે કર્મચારીઓ હત્યા કરી હતી. ઉધના પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં ફૂટપાથ પર આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં બે લોકો આધેડને માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે હોટેલના બે કર્મચારીઓની ધરપકડ કરી છે. બંને કર્મચારીઓએ આધેડ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આધેડે પ્રતિકાર કરતા તેને માર મારી તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
સુરતના ઉધના રોડ નબર 15 પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના શરીરે ઈજાના નિશાન હોય મામલો શંકાસ્પદ બન્યો હતો. પોલીસે યુવકની લાશને પીએમ અર્થે ખસેડી આ મામલે તપાસ હાથ ધરી હતી બીજી તરફ મૃતકની ઓળખ રામમૂરત રામબદન તિવારી [ઉ.53, રહે, મૂળ મધ્યપ્રદેશ] તરીકેની થઇ હતી.
બીજી તરફ પીએમ રીપોર્ટમાં આધેડનું મોત ગડદાપાટું અને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું જેથી ઉધના પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં બે ઈસમો આધેડને માર મારતા હોવાનું દેખાયું હતું. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
આ ઘટનામાં ઉધના પોલીસે સ્થાનિક વિસ્તારમાં આવેલી એક હોટેલના કર્મચારી આરોપી અજય ઇનાકરામ પટેલ ને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેના સાથી સુરેશ ચતુરસિહ કોરકું મધ્ય પ્રદેશ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસની એક ટીમ મધ્ય પ્રદેશ જઈને આરોપીને પકડી લાવી હતી.
પોલીસના જણવ્યા મુજબ આધેડ રોડ પર સુતો હતો તે દરમ્યાન સુરેશે આધેડ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આધેડે પ્રતિકાર કરતા તેને ગડદાપાટુંનો માર મારવા ઉપરાંત હાથમાં પહેરેલું સ્ટીલનું કડું માથામાં મારતા રામમૂરત બેભાન થઇ ગયો હતો અને બાદમાં અજયની મદદથી ઘસડીને રોડની સાઈડમાં લઇ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. વધુમાં બંને આરોપીઓ સ્થાનિક હોટેલના કર્મચારીઓ છે અને બંને મૂળ મધ્ય પ્રદેશના વતની છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે