અમદાવાદમાં CBI અને NDRFની ટીમને લાગી મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા
રોપીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને તેણે મોબાઈલ ફેંકેલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીમાં CBIની ટીમ NDRFને સાથે રાખીને છેલ્લા બે દિવસથી બે મોબાઈલ ફોન શોધી રહી હતી અને આખરે સફળતા મળી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: દિલ્લીની CBIની ટીમ અને NDRFની ટીમે બે દિવસથી અમદાવાદમાં ધામા નાંખ્યા હતા, તેઓ સાબરમતી નદીમાં બે મોબાઈલ ફોનની શોધખોળ કરી રહી છે. છેતરપિંડી કેસમાં સંડોવાયેલા એક આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે પોતાના બે મોબાઈલ ફોન સાબરમતી નદીમાં ફેંક્યા હતા. CBIની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો. બાદમાં આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને તેણે મોબાઈલ ફેંકેલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીમાં CBIની ટીમ NDRFને સાથે રાખીને છેલ્લા બે દિવસથી બે મોબાઈલ ફોન શોધી રહી હતી અને આખરે સફળતા મળી છે.
જાણો શું છે સમગ્ર કેસ?
આયકર વિભાગના આસિસ્ટન્ટ કમિશનર વિવેક જોહરીની લાંચ કેસની ચાલી રહેલી તપાસમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ રૂપિયા 30 લાખની લાંચ લેવાનો કેસ નોંધ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 04.10.2022 ના રોજ ગુજરાતની ACB દ્વારા બનાવટી કાર્યવાહી દરમિયાન તત્કાલીન મદદનીશ કમિશનરે ઉક્ત વધારાના કમિશનરને તેમની ઓફિસમાંથી છટકી જવા માટે મદદ કરી હતી. આ સિવાય તત્કાલિન એડિશનલ કમિશનરે એસીબીની પકડમાંથી છટકી જતા પહેલા બે મોબાઈલ હેન્ડસેટ આસિસ્ટન્ટ કમિશનરને આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પુરાવાને હાથ ન લાગી શકે તે માટે તત્કાલિન આસિસ્ટન્ટ કમિશનરે એડિશનલ કમિશનરની સૂચનાથી બે મોબાઈલ સાબરમતી નદીમાં ફેંકી દીધા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. સીબીઆઈએ ડાઈવર્સ અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ કબજે કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપીને અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને 17.04.2023 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે