B`Day Special : 74માં જન્મદિવસે જાણો જાવેદ અખ્તરના જીવનની અજાણી વાતો
કવિ, ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરની પ્રતિભાથી બધા વાકેફ છે
નવી દિલ્હી : કવિ, ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરની પ્રતિભાથી બધા વાકેફ છે. તેઓ બોલિવૂડના ઇતિહાસનું સુવર્ણ પાનું છે. આજે જાવેદ અખ્તરનો જન્મદિવસ છે ત્યારે ચાલો જાણીએ તેમના જીવનની અજાણી વાતો. જાવેદ અખ્તરનો જન્મ 17 જાન્યુઆરી, 1945ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. એના પિતા જાંનિસાર અખ્તર એક લોકપ્રિય કવિ હતા જ્યારે માતા સફિયા અખ્તર એક શિક્ષિકા હતા. જાવેદનું બાળપણનું નામ 'જાદુ' હતું. જાવેદ કવિ, ગીતકાર અને પટકથા લેખકની સાથેસાથે એક્ટર પણ છે. તાજેતરમાં રિલીઝ થયેલી નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'મંટો'માં તેમણે નાનું પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું. તેમને થિયેટરનો પણ બહુ શોખ છે.
જાવેદ અખ્તરની કવિ, ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરની પ્રતિભાથી બધા વાકેફ છે. જાવેદ અખ્તર અને સલીમ ખાનની જોડીએ અંદાજથી લઈને યાદો કી બારાત, ઝંઝીર, દીવાર, હાથી મેરે સાથી અને શોલે સહિત ઘણી ફિલ્મોની પટકથા લખી છે. આ જોડી બોલિવૂડમાં સલીમ-જાવેદની જોડીના નામે જ જાણીતી છે. જાવેદ અખ્તરને 1999 અને 2007માં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 1982ના વર્ષમાં સલીમ- જાવેદની જોડી તૂટી ગઈ. બંનેએ કુલ 24 ફિલ્મો લખી છે. જેમાંથી 20 ફિલ્મો હિટ રહી છે. જાવેદ અખ્તરને 14 વખત ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યો છે. જેમાંથી સાત વખત બેસ્ટ સ્ક્રિપ્ટ માટે તેમ જ સાત વખત બેસ્ટ લિરિક્સ માટે છે.
અનિલ કપૂર મળ્યો PMને, પછી કહી મોટી વાત
અંગત જીવનની વાત કરીએ તો જાવેદ અખ્તરના પહેલા પત્ની હની ઈરાની પણ એક લેખિકા હતા. બંનેની પ્રથમ મુલાકાત 'સીતા ઔર ગીતા' ના સેટ પર થઈ હતી. બંનેએ 1972માં લગ્ન કર્યાં હતાં. એ સમયે હનીની વય માત્ર 17 વર્ષની હતી. જાવેદ અને હની ઈરાનીને ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર એમ બે બાળકો છે. થકી બે બાળકો છે. ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર. 1978માં બંને છૂટા પડી ગયા હતા. જો કે તેમના સત્તાવાર છુટાછેડા 1985માં થયા. જાવેદે પછી અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કર્યા.
જાવેદ અખ્તરને શેર, શાયરી, સાહિત્ય અને કવિતાનું જ્ઞાાન વારસામાં મળ્યું છે એમ સરળતાથી કહી શકાય. એના મામા મજાજ લખનવી અને પિતા જાંનિસર અખ્તર એના જમાનામાં એક મશહૂર ઉર્દુ કવિ હતા. તેમનો તરકશ નામક કવિતા સંગ્રહ ઘણો ચર્ચિત રહ્યો. તેઓ 1981માં આવેલી યશ ચોપરાની ફિલ્મ 'સિલસિલા'થી એક ગીતકાર તરીકે સ્થાપિત થયા હતા.