મુંબઇ : ‘કસૌટી ઝિંદગી કી 2’ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. રિપોર્ટ મુજબ, હિના ખાન બાદ એરિકા ફર્નાન્ડીસ પણ શોને બાય-બાય કહેવાની છે. માહિતી પ્રમાણે, શોમાં ટૂંક સમયમાં જ મોટો ટ્વિસ્ટ આવશે. શોના મેકર્સે ફીમેલ લીડ પ્રેરણાના ટ્રેકને થોડા જ દિવસોમાં પૂરો કરવાનું પ્લાનિંગ કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે આ નિર્ણય અચાનક જ લેવામાં આવ્યો છે. હાલ શોના રાઈટર્સ પ્રેરણાની એક્ઝિટ કઈ રીતે બતાવવી તે વિશે વિચારી રહ્યા છે. હાલ એરિકાના સ્થાને કોઈ નવી એક્ટ્રેસ આવશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોના મેકર્સ તરફથી પણ આ વિશે હાલ તો સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એરિકા કયા કારણોસર શો છોડીને જવાની છે તે અંગે પણ હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. નોંધનીય છે કે શોમાં કોમોલિકાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ હિના ખાને શોમાંથી બ્રેક લીધો છે અને મિસ્ટર બજાજની એન્ટ્રી પણ થવાની છે. આ રોલ માટે એકતા કપૂર એક્ટર કરણ સિંહ ગ્રોવર


હાલ શોના પ્લોટમાં દેખાડવામાં આવી રહ્યું છે કે શોમાં અનુરાગના પિતા મોલોય બાસુ સ્વસ્થ થઈ ગયા છે અને તે કોમોલિકાનો અસલી ચહેરો બધાની સામે લાવશે. કોમોલિકાએ મોલોય બાસુના એક્સિડેન્ટનો પ્લાન કરી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેઓ સત્ય જાણતા હતા. આ સિવાય પ્રેરણાના પિતાને પણ કોમોલિકાએ મરાવ્યા હતા. શોમાં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...