નિક-પ્રિયંકાના લગ્ન છે ઓક્ટોબર કરતા પણ પહેલાં ! પ્લાનિંગની તમામ વિગતો એક ક્લિક પર
સલમાન ખાનની ફિલ્મના શૂટિંગના માત્ર બે દિવસ પહેલાં પ્રિયંકાએ આ ફિલ્મ છોડીને બધાને ચોંકાવી દીધા છે
મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનસના અફેરની બહુ ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ્યારે નિક અને પ્રિયંકા ભારત આવ્યા હતા ત્યારે પ્રિયંકાના હાથ પરની વીંટી જોઈને તેની સગાઈની ચર્ચા ચાલી હતી. જોકે આ મામલે પ્રિયંકા કે નિકે કોઈ સ્પષ્ટતા નથી કરી.
પ્રિયંકા હાલમાં પોતાના હોલિવૂડ પ્રોજેક્ટથી ફ્રી થઈને બોલિવૂડમાં કમબેક કરવા માટે કમર કસી રહી હતી અને તેણે સલમાન ખાનની ‘ભારત’ સાઇન પણ કરી લીધી હતી. જોકે ફિલ્મના શૂટિંગના માત્ર બે દિવસ પહેલાં પ્રિયંકાએ આ ફિલ્મ છોડીને બધાને ચોંકાવી દીધા છે. ફિલ્મના ડિરેક્ટરે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને આ ટ્વીટમાં પ્રિયંકા અને નિકના લગ્ન તરફ ઇશારો પણ કરવામાં આવ્યો હતો.
થોડા સમય પહેલાં હિંદુસ્તાન ટાઇમ્સે સુત્રોના માધ્યમથી માહિતી આપી હતી કે આ જોડી ઓક્ટોબર કે નવેમ્બરમાં લગ્ન કરી શકે છે. જોકે મિડ-ડેના રિપોર્ટ પ્રમાણે આ લગ્ન થોડા વધારે જલ્દી થઈ શકે છે. આ રિપોર્ટ પ્રમાણે બંને 16 સપ્ટેમ્બરે લગ્ન કરી શકે છે. આ દિવસે નિકનો જન્મદિવસ પણ છે અને તે 26 વર્ષનો થઈ જશે. પ્રિયંકા અને નિક આ દિવસની ખુશી બમણી કરવા માટે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.