#MeTooને સપોર્ટ કરનાર નંદિતા દાસના પિતા સામે જ લાગ્યો યૌન શોષણનો આરોપ
કાગઝનું પ્રોડક્શન કરનારી એક કંપનીની કો-ફાઉન્ડર મહિલાએ મંગળવારે દાવો કર્યો કે, ફેમસ ચિત્રકાર જતિન દાસે 14 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કર્યું હતું. દાસે આરોપોને અશ્લીલ ગણાવીને નકારી કાઢ્યા હતા. જતિન દાસ દેશમાં જોર પકડી ચૂકેલી #MeToo અભિયાન અંતર્ગત શોષણના આરોપોનો સામનો કરી રહેલા સોથી નવી ચર્ચિત હસ્તી છે. નિશા બોરા નામની મહિલાએ ટ્વિટર પર દાસ સાથે જોડાયેલી પોતાની ઘટનાની જાણકારી આપી હતી.
નવી દિલ્હી : કાગઝનું પ્રોડક્શન કરનારી એક કંપનીની કો-ફાઉન્ડર મહિલાએ મંગળવારે દાવો કર્યો કે, ફેમસ ચિત્રકાર જતિન દાસે 14 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કર્યું હતું. દાસે આરોપોને અશ્લીલ ગણાવીને નકારી કાઢ્યા હતા. જતિન દાસ દેશમાં જોર પકડી ચૂકેલી #MeToo અભિયાન અંતર્ગત શોષણના આરોપોનો સામનો કરી રહેલા સોથી નવી ચર્ચિત હસ્તી છે. નિશા બોરા નામની મહિલાએ ટ્વિટર પર દાસ સાથે જોડાયેલી પોતાની ઘટનાની જાણકારી આપી હતી.
તેણે આરોપો લગાવ્યા કે, તે ત્યારે 28 વર્ષની હતી અને દાસે એક ડિનર કાર્યક્રમ દરમિયાન તેને પૂછ્યું હતું કે, ‘શું તેમના સામાનને વ્યવસ્થિત કરવા માટે તેની પાસે સમય અને ઈચ્છા છે ખરી’ ત્યારે મહિલાએ એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો તો તેમણે કામના બીજા દિવસે ખિડકી ગામ સ્થિત પોતાના સ્ટુડિયોમાં તેનું યૌન ઉત્પીડન કર્યું હતું.
બચ્ચન પરિવારમાં આવ્યું નવું મહેમાન, ઐશ્વર્યાએ ટ્વિટ કરીને આપી માહિતી
નિશાએ પોતાની બીજી ટ્વિટમાં લખ્યું છે કે, બે દિવસ બાદ દાસની દીકરી અને ફેમસ ફિલ્મ એક્ટર-ડાયરેક્ટર નંદિતા દાસે તેને ફોન કર્યો, અને પૂછ્યું કે, શું તે પોતાની જેમ બીજી કોઈ મહિલા સહાયક શોધવામાં તેમની મદદ કરી શકે છે.