નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ મંગળવારે કેસમાં નવો વળાંક આવ્યો. સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહે રિયા ચક્રવર્તીની વિરુદ્ધ આત્મહત્યા વિરુદ્ધ ઉશ્કેરવાનો કેસ દાખલ કરાવ્યો છે. રિયા વિરુદ્ધ લખવામાં આવેલી એફઆઈઆર અનુસાર સુશાંતના પિતાએ દસ ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સુશાંત સિંહ રાજપૂત ફિલ્મોમાંથી કામ છોડવા ઈચ્છતો હતો. તે કેરલના કૂર્ગમાં શિફ્ટ થવા ઈચ્છતો હતો અને ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છતો હતો. પરંતુ રિયા ચક્રવર્તીએ આ વાતનું સમર્થન ન કર્યું. રિયાએ સુશાંતને જણાવ્યું કે, તે મુંબઈથી શિફ્ટ ન થઈ શકે. 


2. જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત સિંહ રાજપૂત મુંબઈમાં રહેવા માટે રાજી નહતી, તો 6 જૂન 2020ના રિયાએ સુશાંતના ઘરેથી મોટી રકમ, ઘરેણા, ક્રેડિટ કાર્ડ, મહત્વપૂર્ણ દસ્તાવેદ, લેપટોપ અને મેડિકલ રેકોર્ડ લીધા અને તેનું ઘર છોડીને ચાલી ગઈ. ત્યાં સુધી કે રિયાએ પોતાના ફોનમાં સુશાંતનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. 


3. એક વાર સુશાંત સિંહ રાજપૂતે પોતાની બહેનને જણાવ્યુ કે, રિયાએ તેના બધા દસ્તાવેજ લઈ લીધા છે અને તેણે મીડિયાની સાથે ખુલાસો કરવાની ધમકી આપી છે અને તે પાગલ થઈ ગયો છે અને કોઈ તેને કામ આપશે નહીં. 


4. 2019મા રિયાને મળ્યા પહેલા, સુશાંત કોઈ પણ માનસિક રોગથી પીડિત નહતો. પરંતુ રિયાને મળ્યા બાદ સુશાંત માનસિક રૂપથી પરેશાન થઈ ગયો. આ વાતની તપાસ થવી જોઈએ. 


5. જો સુશાંતની કોઈ પ્રકારના માનસિક રોગની સારવાર કરવામાં આવી રહી હતી. તો પરિવારના સભ્યોની કોઈ સહમતિ ન લેવામાં આવી?


6. રિયા સારવાર દરમિયાન સુશાંતને પોતાના ઘરે લઈ ગઈ હતી. કારણ કે દવાનો ઓવરડોઝ થયાથી તેની તબીયત ખરાબ થઈ ગઈ હતી. પરંતુ રિયાએ બધાને જણાવ્યું કે, સુશાંતને ડેન્ગ્યૂ થઈ ગયો છે. 


7. રિયા સુશાંતને કોઈ ફિલ્મ સાઇન કરવા દેતી નથી. જ્યારે કોઈપણ પ્રસ્તાવ આવતો, તો તે સુશાંતને તે વાત માટે મજબૂર કરતી હતી કે ફિલ્મમાં તેની હિરોઇનની ભૂમિકામાં તેને લેવામાં આવી. તે શરત પર સુશાંત તે પ્રોજેક્ટને સ્વીકાર કરે. 


8. સુશાંતનો વિશ્વસનીય અને જૂનો સ્ટાફ રિયાએ બદલી દીધો હતો. તેની જગ્યાએ તેણે પોતાની ઓળખના લોકોને કામ પર રાખ્યા હતા. જેથી તે સુશાંતને દરેક રીતે મેનેજ કરી શકે. 


9. ડિસેમ્બર 2019મા રિયાએ સુશાંતને પોતાના મોબાઇલ નંબર બદલવા માટે મજબૂર કરી દીધો હતો. જેથી તે પોતાના પરિવાર અને નજીકના લોકોની સાથે નિયમિત રૂપથી વાત ન કરી શકે. રિયાએ સુશાંતને પટનામાં તેના પરિવારને મળવાની મંજૂરી ન આપી. 


10. વર્ષ 2019મા સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા. પરંતુ એક મહિનાની અંદર 15 કરોડ રૂપિયા તેવા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા, જે સુશાંતના ખાતા સાથે લિંક નહતું. આ વાતની તપાસ થવી જોઈએ કે આ પૈસાને રિયા અને તેના સહયોગીઓએ કઈ રીતે છેતરીને ઠેકાણે લગાવી દીધા. 


મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષે 14 જૂને મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં આપઘાત કરી લીધો હતો. તેમના મોત પર તમામ સવાલ ઉઠ્યા અને બોલીવુડમાં નેપોટિઝમ અને જૂથવાદને લઈને ચર્ચા થઈ. ઘણા મોટા ડાયરેક્ટરોની પોલીસે પૂછપરછ કરી છે. આ વચ્ચે સુશાંતના પિતાએ જે આરોપ સુશાંતની ગર્લફ્રેન્ડ પર લગાવ્યા છે, તેમણે આ કેસની સંપૂર્ણ થિયરીને બદલી નાખી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube