નવી દિલ્હીઃ લૉકડાઉન દરમિયાન એક તરફ જ્યાં લોકો કામકાજ છોડીને પોતાના પરિવારોની વધુ નજીક આવી ગયા છે તો બીજીતરફ બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવારનો પાયો નબળો પડતો જોવા મળી રહ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ ન માત્ર છૂટાછેડાની કાયદાકીય નોટિસ મોકલી છે પરંતુ ભરણપોષણની માગ કરી છે. તેવામાં નવાઝુદ્દીન જાહેર છે કે ભાવનાત્મક રીતે અસંતુલિત અને ભાંગી પડ્યો હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે પોતાના અવાજને સોશિયલ મીડિયા પર મજબૂત કરવા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ માઇક્રોબ્લોગિંગ સાઇડ ટ્વીટર પર એન્ટ્રી કરી લીધી છે. આલિયાનું આ એકાઉન્ટ વેરિફાઇડ નથી પરંતુ તેણે પોતાના દિલની વાત આ ગ્લોબલ પોર્ટલ પર રાખવાની શરૂ કરી દીધી છે. આલિયાએ પોતાના પહેલાં ટ્વીટમાં લખ્યું, 'હું આલિયા સિદ્દીકી છું. મને મજબૂર કરવામાં આવી કે ટ્વીટર પર આવીને સત્ય જાહેર કરુ. જેથી કોઈ પ્રકારનું મિસકમ્યુનિકેશન ન થાય.'


'પાતાળ લોક'ને લઇને મુશ્કેલીમાં ફસાઇ Anushka Sharma, મળી લીગલ નોટિસ

સત્ય ખરીદી શકાય નહીં
પોતાના અન્ય ટ્વીટમાં આલિયાએ લખ્યું, હું હવે ઊભી થતાં અને મારા માટે બોલતા શીખી રહી છું. મજબૂત બની રહી છું મારા બાળકો માટે. મેં આજ સુધી કંઇ ખોટું કર્યું નથી તેથી મને કોઈ વાતનો ડર નથી. પરંતુ હું તે વાતની નિંદા કરુ છું કે મારી ઇજ્જતને ખરાબ કરે અને કોઈ અન્યના ચરિત્રને બચાવી શકાય. પૈસાથી સત્ય ખરીદી શકાતું નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube