મુંબઈ : હાલમાં અનેક ટીવી સિરિયલ્સના કલાકાર ગણેશ ચતુર્થીના મહાસેલિબ્રેશનની તૈયારીમાં લાગેલા છે. બીજી સિરિયલોની જેમ સબ ટીવીના કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પણ ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન કરવામાં આવશે. એક એન્ટરટેઇનેમેન્ટ પોર્ટલમાં આવેલા સમાચાર પ્રમાણે સિરિયલમાં ગણેશ ચતુર્થીના સેલિબ્રેશન દરમિયાન જ નવા ડોક્ટર હાથીની એન્ટ્રી થશે. નોંધનીય છે કે શોમાં ડોક્ટર હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદના અવસાન પછી શોમાં આ પાત્રનો અકાળે અંત આવી ગયો હતો. જોકે હવે શોમાં નવા ડોક્ટર હાથીની એન્ટ્રી થશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીનું પાત્ર બજવનાર કવિ કુમાર આઝાદનું નિધન થયું હતું. તેમને વર્ષ 2000માં તેમને ફિલ્મ મેલામાં આમિર ખાન સાથે કામ કરવાની તક મળી. આ ઉપરાંત તેમણે ફંટૂશ, ડ્યૂડ્સ ઇન ધ સેન્ચુરી જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. વર્ષ 2008માં તેમણે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નિર્મલ સોનીએ ડોક્ટર હાથીનું પાત્ર છોડ્યું તે પછી કવિ આઝાદને આ પાત્ર મળ્યું હતું. હવે તેમના પાત્રમાં નવા કલાકારની એન્ટ્રી થશે.


એન્ટરટેઇનમેન્ટ પોર્ટલના સમાચાર પ્રમાણે ગણેશ ચતુર્થીના સેલિબ્રેશન દરમિયાન નવા ડોક્ટર હાથીની એન્ટ્રી થશે. આ સિરિયલના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે ગોકુલધામની મહિલાઓ જોગિંગ કરતી વખતે બિલ્ડિંગ તરફ આવતી હશે ત્યારે તેમની નજર લાંબા સમયથી સોસાયટીમાં જોવા ન મળેલી કોમલ પર પડશે. તે સોસાયટીના મિત્રોને જણાવશે કે ડોક્ટર હાથી પૂરપીડિત લોકોની મદદ કરવા માટે મેડિકલ કેમ્પમાં ગયા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...