COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હી : સલમાન ખાન અને શાહરૂખ ખાનની ગણતરી બોલિવૂડના ટોચના સુપરસ્ટાર્સ તરીકે થાય છે પણ આ બંને બહુ લાંબા સમયથી કોઈ ફિલ્મમાં સાથે જોવા નથી મળ્યા. તેઓ 'કુછ કુછ હોતા હૈં' જેવી ફિલ્મોમાં સાથે તો આવે છે પણ એક પડદા પર સાથે દેખાવાનું ટાળે છે.  ‘ઝીરો’ પહેલા શાહરૂખ-સલમાન 2002માં ફિલ્મ ‘હમ તુમ્હારે હૈ સનમ’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં હતી. જોકે હવે શાહરૂખ અને સલમાનને સાથે ચમકાવાનું બીડું ઝડપ્યું છે સંજય લીલા ભણસાલી. 


ગુજરાત અને મુંબઇએ ફરી એકવાર સાબિત કર્યું કે એમને પ્રિય છે 'સિંઘમ'


ડિરેક્ટર સંજય લીલા ભણસાલી ‘પદ્માવત’ ફિલ્મ બાદ તેમના નેક્સ્ટ પ્રોજેક્ટની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે તેમની આગામી ફિલ્મમાં તેઓ બંને સુપરસ્ટાર્સને કાસ્ટ કરે તેવી શક્યતા છે. ફિલ્મની વાર્તા બે બેસ્ટ ફ્રેન્ડ્સ વિશે હશે જેઓ સમય જતા એકબીજાના દુશ્મન બને છે, જે બાદ ફરી ભેગા થઇ તેમના દુશ્મનો સામે લડે છે.નોંધનીય છે કે 1991માં સુભાષ ઘાઈએ બનાવેલી 'સૌદાગર' આવી જ ખાસ ફિલ્મ હતી. આ ફિલ્મમાં દાયકાઓ પછી દીલિપકુમાર અને રાજકુમારે ફિલ્મી પડદા પર સાથે કામ કર્યું હતું. 


સલમાન અને શાહરૂખ વચ્ચે ચાલી રહેલી સ્ટારવોરનો અંત લાવવાનો પ્રયાસ બોલિવૂડમાં અનેક દિગ્ગજોએ કર્યો છે પણ તેમને નિષ્ફળતા જ મળી છે. જોકે આ દુશ્મની હવે દોસ્તીના રંગમાં રંગાઈ રહી હોય એમ લાગે છે. 'ઝીરો'માં સલમાન અને શાહરૂખની જોડી એક ગીતમાં સાથે નાચતી જોવા મળી હતી. આ ફિલ્મ તો નબળી સાાબિત થઈ પણ જોડી લોકોના દિલમાં વસી ગઈ. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...