નવી દિલ્હી: વેલેન્ટાઈન્સ ડે પર ઈન્ટરનેટ પર છવાઈ ગયેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે કરોડો યુવાઓને દીવાના કરી નાખ્યાં હતાં. તેનો વીડિયો એટલો ઝડપથી વાઈરલ થાય છે કે લોકો હવે તેને વાઈરલ ગર્લના નામે ઓળખવા લાગ્યા છે. અનેક વીડિયો વાઈરલ થયા બાદ પ્રિયા ખુબ જાણીતી પણ થઈ ગઈ છે. જો કે પ્રિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયા અને રોશન અબ્દુલ રઉફ જોવા મળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીદેવીને મોમ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત


પ્રિયાએ આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ તરીકે પોસ્ટ કરી છે અને તેના જ કોઈ એક ફેન દ્વારા તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ વીડિયોમાં પ્રિયા ફરી એકવાર પોતાની આંખો નચાવતી જોવા મળી રહી છે. પ્રિયાના આ નવા એક્સપ્રેશન લોકોને ખુબ પસંદ આવી રહ્યાં છે. જેમાં પ્રિયા વ્હાઈટ શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં જોવા મળી રહી છે અને હાથમાં મોબાઈલ પકડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિયાએ પોતાના વીડિયો દ્વારા ઈન્સ્ટાગ્રામથી કમાણી કરવામાં અનેક સેલેબ્રિટીઓને પાછળ છોડી દીધા છે.


પ્રિયાને ભૂલી જાઓ, હવે 'આ' અભિનેત્રી આંખો મટકાવીને ઈન્ટરનેટ પર છવાઈ ગઈ


હકીકતમાં પ્રિયા પ્રકાશનો અનેક વીડિયો વાઈરલ થયા બાદ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 50 લાખથી પણ વધુ થઈ ગઈ છે. આટલી મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવાના કારણે પ્રિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક મોટી બ્રાન્ડનું પ્રમોશન શરૂ કરી દીધુ છે. ઈન્ડિયા ટીવીના એક રિપોર્ટ મુજબ પ્રિયા પ્રકાશ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.



આ ઉપરાંત અનેક મોટી બ્રાન્ડ પ્રિયા પ્રકાશ પાસે જાહેરાતના પ્રસ્તાવ લઈને પણ જાય છે. અહેવાલો મુજબ પ્રિયા સોશિયલ મીડિયાના માધ્યમથી કમાણી કરવામાં અનેક સેલેબ્રિટીઓને પાછળ છોડી ચૂકી છે. ગૂગલમાં પણ તે સર્ચમાં સની અને દીપિકાને પછાડી ચૂકી છે. એક જ દિવસમાં તેણે 6 લાખથી વધુ ફોલોઅર્સ મેળવ્યાં હતાં. હાલ તેના ફોલોઅર્સની સંખ્યા 51 લાખ સુધી પહોંચી ગઈ છે.


પ્રિયાએ ફોલોઅર્સના મામલે અમેરિકન રિયાલિટી સ્ટાર કાયલી જેનર અને ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની બરાબરી કરી છે. આ બે સેલેબ્રિટી એક જ દિવસમાં 6 લાખથી વધુ ફેન્સ બનાવવામાં સફળ રહ્યાં હતાં. વીડિયો વાઈરલ થયા બાદ પ્રિયાને અનેક મોટી ફિલ્મોની ઓફરો આવી હતી. પરંતુ તેણે સ્વીકારી નહતી.



અત્રે જણાવવાનું કે પ્રિયા પ્રકાશ મલયાલમ ફિલ્મ 'ઉરુ અદાર લવ (Oru Adaar Love)'ના વીડિયોમાં પહેલવહેલી જોવા મળી હતી. જેમાં તેણે આંખ મારવાના એક્સપ્રેશન સહિતની જે અદાઓ કરી હતી તેના કારણે વીડિયો ખુબ વાઈરલ થયો હતો અને ત્યારબાદ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.