નવી દિલ્હીઃ જાણીતા હોલીવુડ અભિનેતા ક્રિસ્ટોફર પ્લમર (Christopher Plummer ) નું 91 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. ઘણી એવોર્ડ વિનિંગ ફિલ્મોમાં કામ કરનાર ક્રિસ્ટોફરને વર્ષ 2012મા ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો અને તેઓ આ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરના અભિનેતા બન્યા હતા. ક્રિસ્ટોફરના જૂના મિત્ર અને મેનેજર લાઉ પિટે શુક્રવારે તેમના નિધનની જાણકારી આપી છે. ક્રિસ્ટોફર પ્લમરના નિધન પર ઘણા હોલીવુડ (Hollywood) સેલિબ્રિટિઝે શોક વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ સાઉન્ડ ઓફ મ્યૂઝિક યાદગાર ફિલ્મ 
ક્રિસ્ટોફર (Christopher Plummer) એ પોતાના 60 વર્ષથી વધુના કરિયરમાં ઘણા સ્ટેજ શો, ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમની યાદગાર ફિલ્મોમાં 'ધ સાઉન્ડ ઓફ મ્યૂઝિક'ને સૌથી ઉપર પણવામાં આવે છે. આ ફિલ્મની અભિનેત્રી જૂલી એન્ડ્રેઝે ક્રિસ્ટોફરના નિધન પર કહ્યુ, દુનિયાએ આજે એક શાનદાર અભિનેગા ગુમાવ્યા છે અને મેં મારા એક કિંમતી મિત્ર. મારી પાસે અમારી સાથે કામ કરવાની યાદોનો ખજાનો છે અને આ વર્ષોમાં અમે ખુબ હસી-મજાક કરી.


આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન પર પહેલીવાર ભાઈજાને આપી પ્રતિક્રિયા, જાણવા માટે જુઓ VIDEO 


સોશિયલ મીડિયા પર આવ્યા રિએક્શન
'નાઇવ્સ આઉટ'માં ક્રિસ્ટોફરની સાથે કામ કરી ચુકેલા ક્રિસ ઇવાન્સ અને અના દે અર્મસે પણ ક્રિસ્ટોફરના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. જેમ્સ બોન્ડની આવનારી ફિલ્મમાં બોન્ડ ગર્લ બનનારા અને નાઇવ્સ આઉટમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર અનાએ સોશિયલ મીડિયા પર લખ્યુ, મારૂ દિલ તૂટી ગયું મારા પ્રેમાળ ક્રિસ. તમારી સાથે કામ કરવુ મારા કરિયરની સૌથી સારી ક્ષણ હતી. તમારી હાસ્ય, ગર્મજોશી, ટેલેન્ટ, મર્લિન વિશે કહાનીઓ, જ્યારે હું બીમાર થાવ તો તમારૂ વિટામિન, તમારો સંતોષ, સાથે બધા માટે આભાર. હું હંમેશા તમને પ્રેમ અને સન્માનની સાથે યાદ કરીશ. 


બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે ઓસ્કાર એવોર્ડ
વર્ષ 2012મા ક્રિસ્ટોફર પ્લમરને બિનિગર્સમાં પોતાના હાલ ફીલ્ડ્સની ભૂમિકા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કાર જીત્યો હતો. ફિલ્મમાં તેમણે એક એવા મ્યૂઝિયમ ડાયરેક્ટરની ભૂમિકા ભજવી હતી, જેની પત્નીના નિધન બાદ તેઓ સમલૈંગિગ થઈ જાય છે. ક્રિસ્ટોફર સૌથી મોટી ઉંમરમાં ઓસ્કાર જીતનાર અભિનેતા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube