Farmers Protest: ખેડૂત આંદોલન પર Salman Khan ને પૂછાયો સવાલ, જવાબ માટે જુઓ VIDEO

દેશમાં બે મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન (Farmer Protest) ચાલી રહ્યું છે. ખેડૂતો નવા કૃષિ કાયદા ( Farm Laws)  સામે પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ને ગુરુવારે પત્રકારોના એક કાર્યક્રમમાં ખેડૂતો અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર તેણે જવાબ આપ્યો. 

Farmers Protest: ખેડૂત આંદોલન પર Salman Khan ને પૂછાયો સવાલ, જવાબ માટે જુઓ VIDEO

Salman Khan On Farmers Protest: દેશમાં બે મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન (Farmer Protest) ચાલી રહ્યું છે. ખેડૂતો નવા કૃષિ કાયદા ( Farm Laws)  સામે પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ને ગુરુવારે પત્રકારોના એક કાર્યક્રમમાં ખેડૂતો અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર તેણે જવાબ આપ્યો. અત્રે જણાવવાનું કે આ અગાઉ અનેક બોલીવુડ હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયા આ મુદ્દે આપેલી છે. 

મુંબઈમાં એક મ્યૂઝિક શોના લોન્ચ દરમિયાન બોલીવુડના  ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ને જ્યારે ખેડૂતોના આંદોલન (Farmers Protest) પર સવાલ પૂછાયો તો સલમાન ખાને તેનો જવાબ આપતા કહ્યું કે ' સાચું કામ કરવું જોઈએ, બધા સાથે સાચી વાત થવી જોઈએ, બધાની સાથે યોગ્ય ચીજ થવી જોઈએ. બધા સાથે નેક કામ થવું જોઈએ.' 

જુઓ VIDEO

અત્રે જણાવવાનું કે બોલીવુડના ત્રણેય મોટા ખાનમાંથી સૌથી પહેલા સલમાન ખાન (Salman Khan) નું જ નિવેદન આ મામલે સામે આવ્યું છે. શાહરૂખ ખાન અને આમિર ખાને જો કે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news