નવી દિલ્હી : બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના કથિત બોયફ્રેન્ડ નિક જોનાસ સાથેના સંબંધોને કારણે બહુ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા રવિવારે પોતાના બ્રોયફ્રેન્ડ નિક જોનાસ, ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને કઝિન પરિણીતી ચોપરા સાથે ગોવા માટે રવાના થઈ હતી. એવી પણ ચર્ચા છે કે ગોવામાં પ્રિયંકા અને નિક સગાઈ કરી શકે છે. નિક ગુરુવારે પ્રિયંકા સાથે ભારત આવ્યો હતો. આ બાદ બંને પ્રિયંકાની મમ્મી મધુ ચોપરા સાથે ડિનર પર ગયા હતા. 


ગોવામાં પ્રિયંકા અને પરિણીતીએ 'ટીપ ટીપ બરસા પાની' ગીત પર એક વીડિયો પણ બનાવીને ભરપુર મસ્તી કહી છે. તેમણે પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો્ છે અને જબરદસ્ત વાઇરલ બન્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...