નવી દિલ્હી: રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 આજે રિલીઝ થઇ ગઇ છે. રિલીઝની સાથે જ આ ફિલ્મની ઘણી પ્રસંશા થઇ રહી છે. એક્શન અને અદ્ભુત વીએફએક્સ ઇફેક્ટ્સથી બનેલી આ ફિલ્મના પહેલાથી જ ઘણા રેકોર્ડ તોડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ રજનીકાંતની આ ફિલ્મ પર પાયરેસીના ખતરાને લઇ મદ્રાસ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના અનુસાર 2.0ના રિલીઝ થયા પહેલા મદ્રાસ હાઇકોર્ટે 37 ઇન્ટપનેટ સર્વિસ પ્રાઇવેટરને લગભગ 12 હજાર એવી વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ ફિલ્મની તામિલ વર્ઝન પાયરેટ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: 2.0 રિવ્યૂ : શું છે રજનીકાંત અને અક્કીની આ ફિલ્મની ખાસ વાત? જાણવા કરો ક્લિક


આ સ્ટારે કાઢી દુશ્મની, આમંત્રણ છતાં નહીં આપે પ્રિયંકાના લગ્નમાં હાજરી


તમને જણાવી દઇએ કે તમિલરોકર્સ આ પહેલા ઠગ્સ ઓફ હિંદોસ્તાન, સુઇ ધાગા, અંધાધુન અને નોટા જેવી ફિલ્મ લીક કરી ચુકી છે. સાઉથ ઇન્ડિયા સહીત સમગ્ર દેશમાં એક્ટર રજનીકાંતની અદ્ભુત ફેનફોલોવિંગ છે અને એવામાં ફિલ્મ લીક થવાથી પ્રોડ્યૂર્સસને મોટું નુકસાન થઇ શકે છે.


પ્રિયંકાની માતાને બદલે આ દંપતિ લેશે કન્યાદાનનો લ્હાવો ! કોણ છે જાણવા માટે કરો ક્લિક


જણાવી દઇએકે રિલીઝ પહેલા જ આ ફિલ્મની આવકના લગભગ 80 ટકા પૈસા કમાણી કરી છે. આ ફિલ્મને મ્યૂઝિક અને ટેક્નિકલ રાઇટ્સની સાથે તામિલની પ્રી બ્રુકિંગથી કુલ 490 કરોડની કમાણી કરી છે. બે દિવસ પહેલા આ ફિલ્મનું હિન્દી અને અન્ય ભાષાઓમાં પ્રિ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એટલે 600 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ રિલીઝ પહેલા જ 500 કરોજની કમાણી કરી ચુકી છે. આ પહેલા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું ક્યારે પણ થયું નથી. ત્યારે અનુંમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પહેલા જ દિવસે 100 કરોડનું ઓપનિંગ કરવા જઇ રહી છે.


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...