આ કેન્દ્રીય મંત્રીની પુત્રી કરશે Bollywood માં એન્ટ્રી, નામ જાણીને ચોંકી જશો
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank) ના પુત્રી જલદી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નિશંકના પુત્રી આરુષિ પોખરિયાલ નિશંક (Aarushi Pokhriyal Nishank) પોતાની આવનારી ફિલ્મમાં તાપસી પન્નુ(Taapsee Pannu), ભૂમિ પેડનેકર (Bhumi Pednekar), કીર્તિ કુલ્હારી (Kirti Kulhari) સાથે સ્ક્રિન શેર કરશે.
નવી દિલ્હી: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank) ના પુત્રી જલદી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નિશંકના પુત્રી આરુષિ પોખરિયાલ નિશંક (Aarushi Pokhriyal Nishank) પોતાની આવનારી ફિલ્મમાં તાપસી પન્નુ(Taapsee Pannu), ભૂમિ પેડનેકર (Bhumi Pednekar), કીર્તિ કુલ્હારી (Kirti Kulhari) સાથે સ્ક્રિન શેર કરશે.
નીકટના લોકોએ આપી જાણકારી
કેટલાક નીકટના લોકોએ આ જાણકારીની પુષ્ટિ કરતા કહ્યું કે જે ફિલ્મમાં આરુષિ જોવા મળશે તે એક વોર ફિલ્મ (War Film) હશે. ફિલ્મની કહાની ડિફેન્સની છ જાંબાઝ મહિલા અધિકારીઓની દિલેરી પર આધારિત છે. આ ફિલ્મ ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. ફિલ્મ અંગે ટી સિરીઝના અધિકારીઓનું કહેવું છે કે આ ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રીત હશે. વોર ફિલ્મોમાં અત્યાર સુધી પુરુષોની વીરતા ઉપર જ ફિલ્મો બનતી રહી છે. મહિલાઓ માટેની બસ એક જ રાઝી ફિલ્મ છે.
'Gandii Baat' ફેમ અભિનેત્રીની ધરપકડ, પોર્ન Video બનાવીને અપલોડ કરવાનો આરોપ
ફિલ્મ અગાઉ મ્યૂઝિક આલ્બમમાં જોવા મળશે
અત્રે જણાવવાનું કે ફિલ્મ અગાઉ એક મ્યૂઝક આલ્બમમાં પણ આરુષિ (Aarushi Pokhriyal Nishank) જોવા મળશે. તેણે પોતે એ જાણકારી આપી હતી કે ટી સિરીઝ માટે તેણે રોહિત સુચંતી Rohit Suchanti) સાથે એક મ્યૂઝિક આલ્બમ (Music Album) શૂટ કર્યો છે. ટી સિરીઝ જલદી આ અંગે અધિકૃત જાહેરાત કરશે.
Farmers Protest: ખેડૂત આંદોલન પર Salman Khan ને પૂછાયો સવાલ, જવાબ માટે જુઓ VIDEO
ઉરીના દિગ્દર્શક પહેલી પસંદ
કહેવાય છે કે ફિલ્મના દિગ્દર્શન માટે ટી સિરીઝ (T-Series) ની પહેલી પસંદ ફિલ્મ 'ઉરી'ના દિગ્દર્શક આદિત્ય ધર (Aditya Dhar) છે. આ અંગે તેમની સાથે વાત પણ થઈ છે. આદિત્ય હાલ રોની સ્ક્રૂવાલા પ્રોડક્શન (Ronnie Screwvala Productions) ની ફિલ્મ 'અશ્વથામા' (Ashwatthama) ના કામમાં વ્યસ્ત છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube