Mukesh Ambani : મુકેશ અંબાણી ઝડપથી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ આઈટીથી લઈને પેટ્રોકેમિકલ્સ સુધી, ગ્રીન એનર્જીથી લઈને ટેલિકોમ સુધી, રિટેલથી લઈને ફેશન સુધી વિસ્તરેલો છે.  હવે તે પોતાનો બિઝનેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વિસ્તારી રહ્યો છે. મુકેશ અંબાણીની કંપની બોલીવુડ ધર્મા પ્રોડક્શનને ખરીદવાની તૈયારી કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોલિવૂડ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનને ખરીદવાની તૈયારી કરી રહી છે. આ ડીલ સાથે રિલાયન્સ કન્ટેન્ટ પ્રોડક્શન સેક્ટરમાં વિસ્તરણ કરશે. જોકે, ધર્મા પ્રોડક્શનમાં કેટલી હિસ્સેદારી છે જેમાં આ ડીલ થઈ રહી છે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.


(વધુ વિગતો અપડેટ થઈ રહી છે)


ગ્રહો જોઈને અંબાલાલે કરી દીધી ભવિષ્યવાણી : અરબ સાગર વાવાઝોડાને લઈને આપ્યા મોટા અપડેટ