નવી દિલ્હી: બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ નેક્સસની તપાસ કરી રહેલી એનસીબીએ બુધવારે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે તેણે કોઇપણ અભિનેત્રીને ક્લિનચિટ આપી નથી. આ ઉપરાંત એનસીબીએ જણાવ્યું કે રિયા અને શોવિકને ડ્રગ્સ કેસમાં 10 થી 20 વર્ષ સુધી સજા થઇ શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ


એક દૈનિક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ અનુસાર જ્યારે એજન્સીને પૂછવામાં આવ્યું કે રિયાના વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે આ કેસનો સુશાંતના કેસ સાથે સંબંધ છે. આનું શું મહત્વ છે? તો તેના જવાબમાં એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે આ ખોટી વ્યાખ્યા છે. સુશાંતના મોત સાથે અમારે કોઇ લેવાદેવા નથી. સુશાંતનો કેસ સીબીઆઇ જોઇ રહી છે. અમારી તપાસ ફક્ત ડ્રગ્સ કોર્ટેલ સાથે જોડાયેલી છે.  


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


- કોઇને આપી નથી ક્લિનચિટ
ટોપ અભિનેત્રીને ક્લિનચિટના રિપોર્ટ્સ પર અધિકારીએ કહ્યું કે કોઇપણ સ્ટારને ક્લિનચિટ આપવાના સમાચાર ફક્ત અફવા છે. આ ખોટું અને સત્યથી દૂર છે. અમારી તપાસ ચાલુ છે, જેમ જેમ પુરાવા મળશે, અમે આગળ પણ સમન્સ મોકલતા રહીશું. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube