ડ્રગ્સ કેસ: જેલમાં જ રહેશે રિયા-શોવિક, હવે 29 સપ્ટેમ્બરના રોજ થશે સુનાવણી
ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિકને કોર્ટમાંથી હજુ કોઇપણ પ્રકારની રાહત મળી નથી. હવે 29 સપ્ટેમ્બરના રોજ આ નિર્ણય થશે કે રિયાને જામીન મળશે અથવા પછી તેમને જેલમાં જ રહેવું પડશે.
નવી દિલ્હી: ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિકને કોર્ટમાંથી હજુ કોઇપણ પ્રકારની રાહત મળી નથી. હવે 29 સપ્ટેમ્બરના રોજ આ નિર્ણય થશે કે રિયાને જામીન મળશે અથવા પછી તેમને જેલમાં જ રહેવું પડશે.
તો બીજી તર સુનાવણી દરમિયાન જસ્ટિસ Kotwal એ એનસીબી વકીલને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે આ ફક્ત આ કેસ સાથે જોડાયેલો કેસ નથી, પરંતુ કાયદાની વાત છે. એવામાં તેમણે એનસીબી વકીલને પુરી તૈયારી સાથે આવવા માટે કહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ
આમ તો બુધવારે જ તેમની જામીન અરજી પર સુનાવણી થઇ જાત, પરંતુ ભારે વરસાદના લીધે બોમ્બે હાઇકોર્ટમાંથી રજા કરી આપી દીધી હતી. બીજી તરરફ સેશન્સ કોર્ટ આજે એનસીબીની અરજી પર ફેંસલો સંભળાવશે. એનસીબીએ શોવિક અને દીપેશ સાવંતની કસ્ટડી માંગી છે.
રિયાની જામીન પર આજે થશે નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે 8 સપ્ટેમ્બરને એનસીબીએ રિયા ચક્રવર્તીને ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને 14 દિવસની કસ્ટડીમાં મુંબઇની ભાયખલા જેલમાં મોકલવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરના રોજ તેમની ન્યાયિક કસ્ટડીની અવધિ ખતમ થઇ રહી હતી. પરંતુ કોર્ટે રિયાને રાહત ના આપતાં તેમની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી વધારી દીધી. આજે કોર્ટમાં આ વાતનો નિર્ણય થશે કે રિયાને જેલ મળશે કે જામીન. રિયાને જેલમાં 15 દિવસ વિતી ચૂક્યા છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
રિયાએ જામીન અરજીમાં સુશાંત પર લગાવ્યા મોટા આરોપ
રિયાએ પોતાની જામીન અરજીમાં સુશાંત પર અવૈધ ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. કહ્યું કે સુશાંતે પોતાના અંગત લોકોને ડ્રગ્સની લત માટે યૂઝ કર્યા. સુશાંતને પોતાના સ્ટાફ મેબર્સની મદદથી અવૈધ ડ્રગ્સ મળી હતી. સુશાંતે સુનિશ્વિત કર્યું કે તે કોઇપણ પ્રકારનો પુરાવા છોડ્યા નથી.
ડ્રગ્સ કેસમાં સામે આવ્યા મોટા નામ
એનસીબી ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી 18 લોકોની ધરપક્ડ કરી ચૂકી છે. આ કેસમાં હવે ઘણા મોટા નામોનો પણ ખુલાસો થયો છે. તેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકરના નામ સામેલ છે. એનસીબીએ આ તમામને સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવ્યા છે. રિયાએ એનસીબીની પૂછપરછમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહનું નામ લીધું હતું.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube