મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નું નિવેદન સામે આવ્યું છે, જે તેના વકીલે જારી કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં રિયા ચક્રવર્તી વિશે અને આ કેસ સંબંધિત તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયાના વકીલ તરફથી જારી નિવેદનમાં કહ્યું છે કે, રિયા ચક્રવર્તી તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે ભલે તે મુંબઇ પોલીસ હોય અથવા ઈડી. આ સ્ટેટમેન્ટમાં પણ રિયા ચક્રવર્તીએ બિહાર પોલીસ (Bihar Police)ની તપાસ પર સવાલ ઉઠાવ્યો અને આ વાતની સ્પષ્ટતા આપી છે કે, તેણે શા માટે સુપ્રીમ કોર્ટ જવું પડ્યું?


આ પણ વાંચો:- જે લોકો સુશાંતને મળ્યા નથી, તેઓ આપી રહ્યા છે નિવેદન- અનદેખી ડાયરેક્ટર આશીષ શુક્લા


રિયાના વકીલ તરફથી જારી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિયા ચક્રવર્તી ભારતીય સેનામાં સર્જનની દીકરી છે અને તેમની માતા મહારાષ્ટ્રિયન હાઉસવાઇફ છે. રિયા ચક્રવર્તીને મહારાષ્ટ્ર રાજ્યની મુંબઇ પોલીસ અને કેન્દ્રીય એજન્સી ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને ઘણી વખત પૂછપરછ માટે બોલાવી હતી. રિયા ચક્રવર્તી દર વખતે તપાસમાં સહયોગ માટે પહોંચી.


આ નિવદેનમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઇ પોલીસ અને ઇડીએ રિયા અને સુશાંતની વચ્ચે રિલેશનશિપને લઇને સવાલ પૂછ્યા અને પૈસાના લેણદેણને લઇને પણ ઘણા સવાલ પૂછ્યા. એટલું જ નહીં આ મામલે મુંબઇ પોલીસ અને ઇડી ઇલેક્ટ્રોનિક, ફોરેન્સિક અને ડીએનએ સેમ્પલ પણ લીધા છે. બંને એજન્સીઓની પાસે રિયાનું બેંક સ્ટેટમેન્ટ, આઇટીઆરની ફાઇલ, સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડેટા છે. પરંતુ અત્યાર સુધી તેની વિરૂધ કંઇ મળ્યું નહીં.


આ પણ વાંચો:- કોર્ટનો અનાદરઃ સ્વરા ભાસ્કર પર કાર્યવાહીની તૈયારી  , SCના ઐતિહાસિક ચુકાદા પર કરી હતી ટિપ્પણી


આ તપાસની રિપોર્ટમાં મુંબઇ પોલીસે સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને પણ આપ્યા છે. એવામાં જો રિયા ચક્રવર્તીથી કોઇ ત્રીજી એજન્સી પણ પૂછપરછ કરે છે, તો તે તેમની તપાસમાં પણ સહયોગ આપશે. સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજના ઇલેક્ટ્રોનિક યુગમાં કોઇ પણ પુરાવા સાથે છેડછાડ કરી શકાય નહીં અને ના કોઇની સાથે ખોટું થઇ શકે છે.


સ્ટેટમેન્ટ અનુસાર રિયા ચક્રવર્તીએ મીડિયાને આ મામલે તેમની વાર્તાઓ ઘડવાની અને ખોટા આક્ષેપો કરવાનો ઇનકાર કર્યો છે. સાથે જ કહ્યું કે, તેમનું મૌન તેની નબળાઇ ના સમજો. કેમ કે સત્ય હેશાં સત્ય જ રહે છે અને તે ટુંક સમયમાં સામે આવી જશે.


આ પણ વાંચો:- બોલીવુડ વિવાદ: આમિરની તુર્કી મુલાકાત પર વિવાદ, જાણો ખાનને કોણે કોણે આપી શિખામણ


રિયા ચક્રવર્તીના સ્ટેટમેન્ટની ખાસ વાત...


રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત સારા મિત્ર અને ક્યારે ક્યારેક આ બંને વચ્ચે વાતચીત થતી હતી. બંને ડિસેમ્બર 2019માં રિલેશનશિપમાં આવ્યા અને માઉન્ટ બ્લોકમાં રિયા ચક્રવર્તી 8 જૂન સુધી સુશાંત સિંહ રાજપૂતની સાથે રહી, ત્યારબાદ તે પોતાના ઘરે જતી રહી.


રિયા ચક્રવર્તીની સામે કોઇપણ વ્યક્તિએ 27 જુલાઇ સુધી કોઇ ફરિયાદ નોંધાવી નથી. એટલું જ નહીં સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનોએ કોઇ ફરિયાદ નોંધાવી નથી.


રિયા ચક્રવર્તીએ સુશાંતના સુસાઇડ માટે ઉશ્કેર્યો ન હતો, ના તેના પૈસાથી તેને કોઇ લેવા-દેવા. તેની વિરૂધ ખોટા આરોપ લગાવ્યા છે. રિયા ચક્રવર્તીના ખાતામાં સુશાંત સિંહ રાજપૂત તરફથી એક રૂપિયો પણ ટ્રાન્સફર થયો નથી.


આ પણ વાંચો:- સુશાંત સિંહ રાજપૂત કેસઃ કોણ હતી સીસીટીવી ફુટેજમાં જોવા મળેલી રહસ્યમયી મહિલા?


રિયા ચક્રવર્તીના સ્ટેટમેન્ટમાં એપ્રિલ 2019ની એક રાતનો ઉલ્લેખ થયો છે, જેમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા બંને એક પાર્ટીમાં હતા, જ્યાં પ્રિયંકાએ દારૂના નશામાં પાર્ટીમાં સામેલ લોકોની સાથે દુર્વ્યવહાર કર્યો હતો


રિયાના સ્ટેટમેન્ટમાં તે રાતનો ઉલ્લેખ છે, જ્યારે પાર્ટી બાદ તે સુશાંતના રૂમમાં સુઇ રહી હતી અને અચનાક તેની ઊંઘ ઉડી તો પ્રિયંકા તેની સાથે અશ્લીલ કૃત્ય કરી રહી હતી. રિયાએ ત્યારબાદ સુશાંતને જણાવ્યું અને સુશાંતની બહેન પ્રિયંકાથી આ મામલે ચર્ચા પણ થઇ હતી. આ કારણ છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે તેના સંબંધ સારા રહ્યા નથી અને સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર સમયે 20 લોકોના લિસ્ટ પણ તેનું નામ ન હતું. જેના કારણે તે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શકી ન હતી.


8 જૂનના સુશાંતની બહેન મીતૂ સુશાંતના બાંદ્રા સ્થિતિ ફ્લેટમાં આવી હતી, ત્યારે સુશાંતે રિયાને તેના ઘરે જવા કહ્યું હતું. તે દિવસે રિયા ચક્રવર્તીએ ડો. સુસેન વોકરથી થેરપી પણ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- બોલીવુડને વધુ એક આંચકો 'દ્રશ્યમ'ના નિર્દેશક નિશિકાંત કામતનું નિધન


રિયા અને તેનો સમગ્ર પરિવાર ઇડી સાથે તપાસમાં સહયોગ કરી રહ્યો છે.


કાયદા અનુસાર બિહાર પોલીસ આ મામલે તપાસ કરી શકે નહીં એટલા માટે રિયાએ તે તપાસથી દુરી બનાવી.


સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિયા ચક્રવર્તી શિવસેના નેતા આદિત્ય ઠાકરેને નથી જાણતી અને આજ સુધીમાં ક્યારે આદિત્ય ઠાકરેથી મળી નથી. હા તે ડીનો મોરિયાને જાણે છે અને તેને મળી રહી છે કેમ કે, ઇન્ડસ્ટ્રીમાં ડીનો મોરિયા તેના સીનિયર એક્ટર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર