નવી દિલ્હી : સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇશાલ્લાહમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટની રોમેન્ટિક જોડીના સમાચારથી હલચલ મચી ગઇ છે. બીજી તરફ આ ફિલ્મની સ્ટોરી અને પ્લોટ પરથી પણ પરદો ઉઠી ગયો છે. આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ મુદ્દે એક રસપ્રદ માહિતી સામે આવી છે. સલ્લુ અને આલિયાની જોડી વાળી આ ફિલ્મ 90ની દશકની એક સુપરહિટ ફિલ્મ પર બનેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપરેશનથી આતંકવાદીઓમાં અફડા-તફડી, ઉશ્કેરાટમા કરી શકે છે IED વિસ્ફોટ
સૌથી રસપ્રદ બાબત છેકે આ જુનિ ફિલ્મ પણ સલમાન ખાનની જ છે. જેના ગુત આજ સુધી લોકોનાં મોઢે સાંભળવા મળે છે. જી હાં અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાન અને ઉર્મિલા માતોડકરની ફિલ્મ 'જાનમ સમજા કરો' ની. અમારી સહયોગી વેબસાઇટ ડીએનએનાં અનુસાર ઇશાઅલ્લાહનો પ્લોટ પણ આ ફિલ્મ પર જ આધારિત હશે. 


વડાપ્રધાન મોદીનો ડંકો, ટ્રમ્પ- પુતિનને પછાડી બન્યા વિશ્વના બાહુબલી નેતા
યોગ દિવસ: જાંબાઝ જવાનો સાથે આ કોણ કરી રહ્યું છે યોગ?, VIDEO જોઈને ખુશ થઈ જશો
ફિલ્મના એક સુત્રએ જણાવ્યું કે, ભંસાલી અને સલમાનની જોડી હમ દિલ દે ચુકે સનમ અને ખામોશી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જો કે ઇંશાઅલ્લાહ એક રોમેન્ટિક મુવી છે જેમાં ભવ્ય સેટ જોવા નહી મળે પરંતુ, તેને સુંદર લોકેશન પર શુટ કરવામાં આવશે. 


લોકસભામાં રજુ થયું નવું ત્રિપલ તલાક બિલ, સમર્થનમાં 186 મત અને વિરોધમાં 74 મત પડ્યા
આવી રહેશે સ્ટોરી
પ્રોડક્શનના એક સુત્રએ જણાવ્યું કે, સલમાન અભિનિત આ ફિલ્મની સ્ટોરી એક 40 પ્લસ બિઝનેસમેનની છે જે એક બેપરવાહ અને જીવન પ્રત્યે બિનજવાબદાર વ્યક્તિ છે. જેથી તેના પિતા પોતાની તમામ સંપત્તી નામે કરતા પહેલા શરત મુકે છે કે તેણે પ્રેમમાં પડવું પડશે અને પોતાની જીવન શૈલીમાં પણ પરિવર્તન લાવવું પડશે. 


ટ્રેનના એક પછી એક 23 ડબ્બા મહિલા ઉપરથી પસાર થયા, જોનારાને તમ્મર આવી જાય એવો છે VIDEO 
આલિયા એક મહત્વકાંક્ષી અભિનેત્રીનાં રોલમાં જોવા મળશે. આલિયા સાથે મળીને સલમાન પ્રેમનો અભિનય કરીને પોતાનાં પિતાને વિશ્વાસમાં લેવા માંગે છે. બંન્ને વચ્ચે ગાઢ પ્રેમ હોવાની બંન્ને એક્ટિંગ કરે છે. જો કે આ દરમિયાન તેઓ સાચા પ્રેમમાં પડી જાય છે અને ત્યાર બાદ બંન્નેની દુનિયા એક બીજા સાથે કેવી ટકરાય છે, આ જ પ્લોટ હશે ઇંશાઅલ્લાહનો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉર્મિલા અને સલમાનની ફિલ્મ જાનમ સમજા કરોની સ્ટોરી પણ આવી જ છે. ઇંશા અલ્લાહ 2020માં ઇદમાં રિલિઝ થશે.