ટ્રેનના એક પછી એક 23 ડબ્બા મહિલા ઉપરથી પસાર થયા, જોનારાને તમ્મર આવી જાય એવો છે VIDEO 

નીમકાથાના વિસ્તારના જિલા રેલવે સ્ટેશન પર એક મહિલા ઉપરથી માલગાડી પસાર થયાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 

ટ્રેનના એક પછી એક 23 ડબ્બા મહિલા ઉપરથી પસાર થયા, જોનારાને તમ્મર આવી જાય એવો છે VIDEO 

સીકર: નીમકાથાના વિસ્તારના જિલા રેલવે સ્ટેશન પર એક મહિલા ઉપરથી માલગાડી પસાર થયાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા ઉપરથી માલગાડી પસાર થઈ ગઈ પરંતુ આમ છતાં મહિલાને ઊની આંચ પણ ન આવી. મળતી માહિતી મુજબ જિલા રેલવે સ્ટેશન પર એક મહિલા માલગાડીની નીચેથી પાટા ઓળંગી રહી હતી. આ દરમિયાન માલગાડી ચાલુ થઈ ગઈ અને મહિલા ગભરાઈને સીધી સૂઈ ગઈ. 

મહિલા ઉપરથી 23  ડબ્બા સટાસટ પસાર થયા પરંતુ મહિલાને કશું થયું નહીં. દયાલ કા નાંગલની 55 વર્ષની મહિલા માલી દેવી રવિવારે જયપુર જઈ રહી હતી. તેને જિલા રેલવે સ્ટેશનથી સવારે 11 વાગે ટ્રેન પકડવાની હતી. આ જ કારણે મહિલા પાટા પાર કરવા ગઈ અને અચાનક માલગાડી ચાલુ થઈ ગઈ. આ દરમિયાન કોઈ વ્યક્તિએ મહિલાનો વીડિયો બનાવી લીધો. 

જુઓ વીડિયો...

મોડું થવાના કારણે તે બે નંબરના ટ્રેક પર ઊભેલી માલગાડી નીચેથી નીકળીને પાટા પાર કરવા લાગી અને અચાનક ગાડી રવાના થઈ ગઈ. આ જ કારણે મહિલા પાટા વચ્ચે સૂઈ ગઈ. તેની ઉપર થઈને 23 ડબ્બા પસાર થયા. પરંતુ મહિલાને કોઈ ઈજા થઈ નહીં. માલગાડી પસાર થયા બાદ લોકોએ તેને સંભાળી અને રેવાડી ફૂલેરા જતી ટ્રેનમાં બેસાડી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news