Shah Rukh એ કેમ આજ સુધી નથી જોઈ પોતાની પહેલી ફિલ્મ? જાણો શાહરૂખની સફળતા વિશે સલમાનના પિતાએ શું કહ્યું
કેમ શાહરૂખ ખાનની બીજી ફિલ્મ તેની પહેલી ફિલ્મ બની ગઈ એ કહાની જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. ખુબ જ રસપ્રદ છે શાહરૂખ ખાનના કરિયરની શરૂઆત અને તેની સફળતાની કહાની.
નવી દિલ્હીઃ બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં 29 વર્ષ પૂર્ણ કરી દીધા છે. એકથી એક ચડિયાતી ફિલ્મો અને સતત સંઘર્ષના કારણે બોલિવુડનો બાદશાહ બની ગયો છે. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મની વાત કરીએ તો કોઈપણ તેનો ફેન નામ દઈ દેશે...'દીવાના'... પરંતું આમ જોઈએ તો શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ દીવાના નહીં પણ અન્ય હતી.
26 જૂન 1992એ શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ 'દીવાના' રિલીઝ થઈ હતી. આમ જોઈએ તો 'દીવાના' ફિલ્મમાં મુખ્ય કલાકારમાં ઋષિ કપૂર અને દિવ્યા ભારતી હતા. ફિલ્મના ઈન્ટરવલ પછીના ભાગમાં શાહરૂખ ખાનની એન્ટ્રી થાય છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનું પહેલું ગીત 'કોઈ ના કોઈ ચાહીયે' ખૂબ જ હિટ રહ્યુ. દર્શકોને શાહરૂખ ખાન-દિવ્યા ભારતીની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી.
બીજી ફિલ્મ આ રીતે બની ગઈ પહેલી ફિલ્મ:
હિન્દી સિનેમાની 'ડ્રીમ ગર્લ' હેમા માલિનીએ ડિરેકશન પર પણ હાથ અજમાવ્યો હતો. ટીવી સિરિયલ 'નુપૂર' ડિરેક્ટ કર્યા બાદ હેમા માલિની પહેલી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી હતી. હેમા માલિની પોતાની ફિલ્મ માટે લીડ એકટરની શોધ કરી રહી હતી. હેમા માલિનીએ 'સર્કસ' સિરીયલમાં શાહરૂખ ખાનનો અભિનય જોયો હતો. હેમા માલિનીએ શાહરૂખને બોલાવી તેનો ઓડિશન લીધું હતું. હેમા માલિની આ ફિલ્મનું ટાઈટલ હતું 'દિલ આશના હૈ'. કોઈ કારણસર ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઈ શકતું નહોતુ. આ બધા વચ્ચે શાહરૂખને 'દીવાના' ફિલ્મ મળી ગઈ. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સેકન્ડ લીડ હિરો તરીકે હતો તેમ છતાં તેનું શુટિંગ ઝડપથી પૂર્ણ થઈ ગયું. શાહરૂખની પહેલી ફિલ્મ રિલીઝ ન થઈ અને બીજી ફિલ્મ 'દીવાના' પહેલી ફિલ્મ બની ગઈ જેનાથી શાહરૂખની લોકપ્રિયતા વધી ગઈ.
ડિરેકટરના પુત્રએ ફિલ્મ છોડી તો શાહરૂખને મળી દીવાના:
'દીવાના' ફિલ્મ પહેલા સની દેઓલને ઓફર કરાઈ હતી. સની દેઓલે ફિલ્મ કરવાની મનાઈ કરી દીધી હતી. જાણીતા ફિલ્મમેકર રાજકુમાર કોહલીના પુત્ર અરમાન કોહલીને શાહરૂખ ખાનનો રોલ મળ્યો હતો. શુટિંગના એક શિડ્યૂલનું શુટિંગ પણ પૂર્ણ થઈ ગયુ હતું. તે સમયે અરમાન કોહલીનો ફિલ્મની ક્રિએટીવ ટીમ સાથે વિવાદ થયો હતો જેથી અરમાન કોહલીએ ફિલ્મ છોડી દીધી. ત્યારે ધર્મેન્દ્રએ ફિલ્મના પ્રોડ્યુસર અને ભત્રીજા ગુડ્ડુ ધનોવાને શાહરૂખનું નામ સૂચવ્યું, અને આ રીતે શાહરૂખ ખાનને દીવાના ફિલ્મ મળી ગઈ. શાહરૂખે આમીર ખાને છોડેલી ફિલ્મ 'ડર' અને સલમાન ખાનની છોડેલી 'બાઝીગર'માં કામ કર્યું. આ બંને ફિલ્મથી શાહરૂખ ખાનને ખૂબ લોકપ્રિયતા મળી ગઈ. ત્યારબાદ શાહરૂખ ખાન સુપરસ્ટાર બની ગયો.
Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?
આ રીતે શાહરૂખને ખબર પડી કે તે સ્ટાર બની ગયો:
શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે- 'દીવાના' ફિલ્મ હિટ થઈ તે વાત મને રાકેશ રોશને જણાવી હતી. આ ફિલ્મ હિટ થઈ છે તે વાત મને સલીમ-જાવેદની ફેમસ જોડીના સલીમ ખાન એટલે કે સલમાન ખાનના પિતાએ મને કહી. હું જ્યારે રાકેશ રોશનને મળીને પસાર થઈ રહ્યો હતો ત્યારે સલીમ ખાને તેમની બાલ્કનીમાંથી મે બૂમ પાડી અને તેમણે મને કહ્યું-' ભાઈ તુમ્હારી પિક્ચર ચલ ગઈ, હું હાલ હેર સલૂનની દુકાન પાસેથી પસાર થઈને આવ્યો છું, લોકો શાહરૂખ ખાન સ્ટાઈલની હેર કટ કરાવી રહી છે. આ વાત સાંભળીને શાહરૂખને લાગ્યું કે તેને હવે લોકો ઓળખવા લાગ્યા છે.
શાહરૂખ ખાને 'દીવાના' જોઈ નથી:
શાહરૂખ ખાને ઘણીવાર આ વાત કીધેલી છે કે તેણે તેની પહેલી ફિલ્મ 'દીવાના'નો જોઈ નથી. શાહરૂખ ખાન પોતાની પહેલી ફિલ્મ અને છેલ્લી ફિલ્મને જોવા માગતા નથી.
SHAHRUKH ને આ CLASSIC ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 25 હજાર રૂપિયા, જાતે વેચવી પડી હતી ફિલ્મની ટિકિટો
LPG ગેસનો બાટલો હવે માત્ર 9 રૂપિયામાં મળશે! જલ્દી કરો મર્યાદિત સમય માટે જ છે આ મેગા ઓફર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube