મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આ છઠ્ઠી ધરપકડ છે. આ પહેલાં એનસીબી અબ્બાસ, કરણ, જૈદ, બાસિત અને કૈઝાનને ધરપકડ કરી ચૂકી છે. કૈઝાનની શુક્રવારે ધરપકડ કરવામાં આવી. તેમાંથી અબ્બાસ અને કરનના જામીન થઇ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર સૈમ્યુઅલ મિરાંડને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એનસીબીનું કહેવું છે કે પૂછપરછમાં સૈમુઅલ મિરાંડએ આ વાત સ્વિકાર કરી છે કે તે સુશાંત માટે ડ્રગ્સ કલેક્ટ કરતા હતા. એનસીબીએ પૂછપરછ બાદ શોવિકની ધરપકડ કરી લીધી. 


આ કેસમાં ઇલેક્ટ્રોનિક પુરાવા વધુ
જોકે આ કેસમાં એનસીબી ફક્ત 59 ગ્રામ ગાંજો જ જપ્ત કરી શકી છે. અબ્બાસ રમઝાન લખાનીએ 46 ગ્રામ અને કરન અરોરાથી 13 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. એક્સપર્ટ્સની માનીએ તો આ ધરપકડમાં જ્યાં ઇલેક્ટ્રોનિક પુરાવાની માત્રા વધુ છે તો ગાંજાની માત્રા એકદમ ઓછી 59 ગ્રામ જ છે. આ કેસમાં એક ચોંકવનારું તથ્ય એ પણ સામે આવ્યું છે કે ડ્રગ્સના પેમેન્ટ માટે ગૂગલ પેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે પૈસા સીધા એકાઉન્ટમાં. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


NCB ની સામે આ પડકાર
એનસીબીની સામે હવે ઘણા પડકાર છે. પકડાયેલા ડ્રગ પેડલરોના નિશાનદેહી પર આ મામલે મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે. સુશાંતની મોતમાં ડ્રગના કાળા કારનામા કરનારની ભૂમિકા નક્કી કરવી, સાથે જ જપ્ત પુરાવાની તપાસ કરીને આ કડીને ઉજાગર કરવી.  


કંગનાએ મચાવી ધમાકો
બીજી તરફ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત  (Kangana Ranaut) સતત આ મામલે પોતાનો મત રજૂ કરી રહી છે. જેના માટે તેમને ટાર્ગેટ પણ કરવામાં આવી રહી છે. કંગનાએ શુક્રવારે વધુ એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા ધમાકો કરી દીધો છે. આ ટ્વીટમાં કંગનાએ લખ્યું છે 'તેમને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે. જેને લઈને અનેક હસ્તીઓએ કંગનાના વિરોધમાં ટ્વીટ કરી છે. હવે કંગનાએ ફરીથી એકવાર પલટવાર કર્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube