નવી દિલ્હી: ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમે (S. P. Balasubrahmanyam)  પોતાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી આપી છે. તેમણે પોતાના ફેસબુક પેજ પર રિપોર્ટની પુષ્ટી કરી છે. ગાયકે ખુલાસો કર્યો છે કે તેમને થોડા દિવસથી છાતી જકડાઈ રહી હતી અને શરદી અને તાવ પણ હતો. જેના કારણે તેમનો કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો અને હવે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. એસ પી બાલાસુબ્રમણ્યમ જલદી ઠીક થવા માટે અને પરિવારને સુરક્ષિત રાખવા માટે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમ(S. P. Balasubrahmanyam)એ વીડિયોમાં કહ્યું કે છેલ્લા બે દિવસથી તેમને કેટલીક અસુવિધાઓ હતી જેમ કે છાતી જકડાવવી, કફ, શરદી અને તાવ. આ સિવાય કોઈ સમસ્યા નહતી. પરંતુ મે તેને જરાય હળવાશમાં લીધુ નહીં અને હોસ્પિટલમાં તપાસ કરાવી. તેમણે કહ્યું કે 'કોરોનાનો મારા પર વધુ પ્રભાવ નથી, દવાઓ લેતા રહો અને ઘરમાં જ ક્વોરન્ટાઈન રહો.'



તેમણે વધુમાં કહ્યું કે હું હવે બિલકુલ ઠીક છું, ઠંડી અને સામાન્ય તાવ છે બસ મને બે દિવસમાં રજા આપી દેવાશે. હું હાલ આરામ કરવા માટે હોસ્પિટલમાં આવ્યો છું અને મારી દવા બરાબર લઉ છું. અનેક લોકો મને ફોન કરી રહ્યાં છે, મારી પૂછપૂરછ માટે. પરંતુ હું તેમને ફક્ત એટલું કહેવા માંગુ છું કે હવે હું ઠીક છું. તમારા બધાની ચિંતા માટે ખુબ ખુબ આભાર. 


બાલાસુબ્રમણ્યમ દેશના સૌથી લોકપ્રિય ગાયક, સંગીત દિગ્દર્શક, અભિનેતા, ડબિંગ કલાકારમાંના એક છે. તેમણે કન્નડ, તેલુગુ, તામિલ અને હિન્દી ભાષા માટે ગીતો ગાયા છે. તેઓ પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube