સાઉથની આ સુંદરીના છે અડધો ડઝન બોયફ્રેન્ડ, પ્રેમીઓમાં ક્રિકેટર-સિંગર પણ સામેલ...
Shruti Haasan Rumoured Boyfriends : લિજેન્ડરી એક્ટર કમલ હસનની દીકરી શ્રુતિ હસનનું નામ સતત કોઈને કોઈ સાથે જોડાતું રહે છે, એક નહિ 6 લોકો સાથે તેના અફેરની ચર્ચા થઈ છે
Shruti Haasan Rumoured Boyfriends : સાઉથ સિનેમાની સુંદરીઓમાં એક નામ શ્રુતિ હસનનું પણ સામે આવે. જે એક્ટિંગની સાથે-સાથે ફેશનમાં પણ માહિર છે. તે ઘણી વખત પોતાની પર્સનલ લાઇફને લઇ ચર્ચામાં રહે છે. હાલમાં તે શાંતનું હજારિકાની સાથે કમિટેડ હોવાનું કહેવાય રહ્યું છે.. પરંતુ આ પહેલા 6 લોકો સાથે શ્રુતિ હસનના અફેરની ચર્ચા રહી છે. જેમાં સિંગર, ક્રિકેટર અને અભિનેતાઓના સામેલ છે.
સૌથી પહેલા વાત કરીએ તો, શ્રુતિ અને સિદ્ધાર્થ રિલેશનમાં હતા. જો કે, વર્ષ 2011માં તેઓનું બ્રેકઅપ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થના પ્રેમમાં શ્રુતિ હસન પાગલ હતી.
આ સિવાય સુપર સ્ટાર ધનુષ સાથે પણ તેનું નામ જોડવામાં આવે છે. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ધનુષ શ્રુતિ હસનની નજીક આવ્યા હતો. જો કે, ધનુષની પત્નીએ આ વાતને અફવા ગણાવી હતી.
આ પણ વાંચો :
ગુજરાતમાં વિકાસના નામે ખદબદતો ભ્રષ્ટાચાર, રાજુલામાં નવોનક્કોર બ્રિજ તૂટી પડ્યો
હમ તો ડુબેંગે સનમ, તુમ્હે ભી લે ડુબેંગે : યુવકે પ્રેમિકાના ઘરે જઈ કરી આત્મહત્યા
શ્રુતિના લિસ્ટમાં નાતા ચૈતન્યનું નામ પણ સામેલ છે. જો કે, હાલમાં નાગા ચૈતન્યએ સમંથા સાથે ડિવોર્સ લીધા છે. શ્રુતિ અને નાગા ચૈતન્ય 2013માં એવોર્ડ ફંક્શન દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા.
ક્રિકેટર સુરેશ રૈના અને શ્રુતિ હસન રિલેશનમાં છે તેવી ચર્ચાએ 2014માં જોર પકડ્યું હતું. મીડિયા રિપોર્ટર્સ અનુસાર ચેન્નઇ સુપર કિંગ્સની પાર્ટીમાં બન્ને એકબીજાને મળ્યા હતા.
હવે વાત કરીએ માઇકલ કોર્સેલની. માઇકલ અને શ્રુતિની મુલાકાત લંડનમાં થઇ હતી. તે બન્ને વચ્ચેના અફેરની અફવા ફેલાઇ હતી. જો કે, શ્રુતિએ પર્સનલી આ વાતનો સ્વીકાર નહોતો કર્યો. પરંતુ ઇન્સ્ટાગ્રામની તસવીરો બધુ કહી જતી હતી.
સૌથી છેલ્લે જોઇએ તો... શ્રુતિ હસને ખુલાસો કર્યો છે કે તે શાંતનુ હજારિકાને ડેટ કરી રહી છે. જે એક ડૂડલ આર્ટિસ્ટ છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ કપલ ગેમ ચેલેન્જમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો :
વીર નર્મદ યુનિવર્સિટીના MBBS વિદ્યાર્થીઓ ડોબા નીકળ્યા, બીપી માપતા પણ નથી આવડતું
ગુજરાતના તાતના માથે આવતીકાલે આવશે આફત, સમજી ન શકાય તેવી ઋતુની આગાહી