Gadar 2: બોલીવુડ એક્ટર સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ટુ માટે દર્શકો બેતાબીથી રાહ જોઈ રહ્યા છે. ગદર ટુ સિનેમા ઘરોમાં 11 ઓગસ્ટ રિલીઝ થશે. જાણવા મળતી માહિતી અનુસાર અનિલ શર્માએ ગદરના પાર્ટ ટુ માં ઘણા બધા ટ્વિસ્ટ રાખ્યા છે. જેમાં તારા સિંહ સકીના માટે નહીં પરંતુ તેમના દીકરા માટે પાકિસ્તાન જશે. છેલ્લા કેટલાક સમય દરમિયાન ફિલ્મના સેટ પરથી જે ફોટો અને વિડિયો સામે આવ્યા છે તેના કારણે દર્શકોની ઉત્સુકતા પણ વધી ગઈ છે. આ ફિલ્મને લઈ દર્શકો વધુને વધુ જાણવા ઈચ્છે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જૂહી ચાવલાની કાર્બન કોપી છે તેની દીકરી જાહ્નવી મહેતા, ફોટો જોઈને ફેન્સે કહ્યું....


મોટું બજેટ અને સુપર સ્ટાર્સની કાસ્ટિંગ છતાં આ ફિલ્મો રહી ફ્લોપ, દર્શકો થયા નિરાશ


બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા બાદ બની સિંગલ પેરેન્ટ્સ, પોતાના દમ પર જીવે છે જીવન


તેવામાં આ ફિલ્મ માટે કલાકારોને મળેલી ફીની વાત પણ ચર્ચામાં આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર ગદર ટુમાં તારા સિંહ બનવા માટે એક્ટર સની દેઓલએ પાંચ કરોડ રૂપિયા ફી લીધી છે. સાથે જ અમીષા પટેલે ગદર ટુ માં સકીનાનો રોલ કરવા માટે બે કરોડ રૂપિયાની ફી લીધી છે. તારા સિંહ અને સકીનાના દીકરાના રોલ માટે ઉત્કર્ષ શર્માની પસંદગી થઈ છે. તેને એક કરોડ રૂપિયાની ફી મળી છે. આ ફિલ્મમાં જીતેના પણ લગ્ન થઈ ગયા છે અને તેની પત્નીના રોલમાં સિમરત કૌર જોવા મળશે. સિમરતને આ ફિલ્મ માટે 80 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ફિલ્મમાં લવ સિન્હાની પણ એન્ટ્રી થઈ છે અને તેને 60 લાખ રૂપિયા ફી તરીકે મળ્યા છે. 


મીડિયા રિપોર્ટ અનુસાર ગદર ટુમાં સની દેઓલ પોતાના દિકરા માટે પાકિસ્તાન સામે લડાઈ લડશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં મનીષ વાધવા વિલનના રોલમાં જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં અમરીશ પુરીનું પાત્ર અશરફ અલી રિપ્લેસ કરશે. આ વખતે તારા સિંહ પોતાના દીકરા ચરણજીતને પરત લાવવા માટે પાકિસ્તાન જશે.