બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા બાદ બની સિંગલ પેરેન્ટ્સ, પોતાના દમ પર જીવે છે જીવન

Bollywood actresses As Single Parents: સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી દરેકના જીવનમાં સારો અને ખરાબ બંને પ્રકારનો સમય આવે જ છે. જોકે સામાન્ય માણસની સરખામણીમાં સેલિબ્રિટી પાસે જીવનને સારી રીતે જીવવા માટે સારા સંસાધનો હોય છે તેથી તેઓ ઝડપથી આત્મનિર્ભર બનીને આગળ વધી શકે છે. બોલીવુડની કેટલીક આવી જ અભિનેત્રીઓ છે જેમને અંગત જીવનમાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો અને તેમના લગ્ન તૂટ્યા. જોકે એક લગ્ન તૂટ્યા પછી બીજા લગ્ન કરવાને બદલે આ અભિનેત્રીઓ સિંગલ મધર બની અને પોતાના બાળકોની જવાબદારી પણ ઉઠાવી રહી છે. 

સંગીતા બિજલાની

1/3
image

સલમાન ખાન સાથે અફેરને લઈને સંગીતા બિજલાની ખૂબ જ ચર્ચામાં હતી. સંગીતા બિજલાનીએ લગ્ન ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સાથે કર્યા હતા. બંને 14 વર્ષ સુધી સાથે રહ્યા અને વર્ષ 2010 માં અલગ થઈ ગયા. 52 વર્ષીય અભિનેત્રી હવે એકલું જીવન જીવી રહી છે. 

મહિમા ચૌધરી

2/3
image

ફિલ્મ પરદેશથી બોલિવૂડમાં ડેબ્યૂ કરીને ધમાલ મચાવી દેનાર મહિમા ચૌધરી 49 વર્ષની છે. પરદેશ પછી તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને ત્યાર પછી વર્ષ 2006 માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા. સાત વર્ષ સાથે રહ્યા પછી બંનેએ છૂટાછેડા લઈ લીધા. હવે મહિમા ચૌધરી પોતાની દીકરી અરિયાના ચૌધરી સાથે સિંગલ મધર તરીકે જીવન જીવી રહી છે. 

કરિશ્મા કપૂર

3/3
image

90 ના દાયકાની ટોપની અભિનેત્રી કરિશ્મા કપૂર એ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પછી તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો અને પતિ સાથેના સંબંધ ખરાબ રીતે તૂટી ગયા. વર્ષ 2016 માં બંને અલગ થઈ ગયા અને ત્યારથી કરિશ્મા સિંગલ મધર તરીકે પોતાના દીકરા અને દીકરીને ઉછેરી રહી છે. 48 વર્ષીય અભિનેત્રી આજે પણ એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે.