મોટું બજેટ અને સુપર સ્ટાર્સની કાસ્ટિંગ છતાં આ ફિલ્મો રહી ફ્લોપ, ફિલ્મો જોઈ દર્શકોએ ખેંચ્યા માથાના વાળ

Flop Sequel Of Bollywood: બોલિવૂડમાં હિટ રહેલી ફિલ્મોની સિક્વલ બનાવવી એ કોઈ નવી વાત નથી. બોલિવૂડમાં ઘણી સુપરહીટ ફિલ્મોની સિક્વલ બનાવવામાં આવી છે અને લોકોએ તેને વધાવી પણ હતી. અજય દેવગન અભિનીત ફિલ્મ દ્રષ્યમ રિલીઝ થયા બાદ આ ફિલ્મની સિક્વલ આવી અને તેને પણ દર્શકોનો પ્રેમ મળ્યો છે. જો કે આ સાથે ઘણી ફિલ્મો એવી છે જેની સિક્વલ ખરાબ રીતે પીટાઈ છે. પહેલી ફિલ્મ હિટ થયા બાદ તેની સિક્વલ આવી હતી પરંતુ આ ફિલ્મોને દર્શકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

હંગામા-2 

1/4
image

આ ફિલ્મનો પહેલો ભાગ 1 ઓગસ્ટ, 2003ના રોજ રિલીઝ થયો હતો. આ પ્રિયદર્શનની મલ્ટી-સ્ટારર કોમેડી ફિલ્મ છે. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી.આ ફિલ્મની સ્ટોરી ટોપની કોમેડી ફિલ્મોમાં ગણાય છે. પરેશ રાવલ, અક્ષય ખન્ના, શક્તિક કપૂર સહિતની લાંબી સ્ટારકાસ્ટ ધરાવતી આ ફિલ્મ કોમેડી જોનરમાં એક શાનદાર ફિલ્મ બની હતી. ત્યાર બાદ આની સિક્વલ પણ 2021માં બની હતી. પરંતુ લોકોને હંગામાં-2 ફિલ્મને પસંદ ન કરી. આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે હટાવી દેવામાં આવી તે પણ ખબર ના પડી.

વેલકમ બેક

2/4
image

અક્ષય કુમાર, કેટરિના કૈફ, અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ સ્ટારર કોમેડી ફિલ્મ વેલકમ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. અને લોકોને ફિલ્મ વેલકમને ખૂબ જ પસંદ કરી હતી. નિર્દેશક અનીસ બઝમીની આ કોમેડી ફિલ્મ સુપરહિટ રહી હતી. આજે પણ લોકો આ ફિલ્મને ખૂબ જ રસથી જુએ છે. આ ફિલ્મની સફળતા પછી અનીસ બઝમીએ વર્ષ 2015માં સિક્વલ વેલકમ બેક બનાવી. આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ જોન અબ્રાહમ અને શ્રુતિ હાસનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ લોકોને આ સિક્વલ બિલકુલ પસંદ ન આવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.

લવ આજ કલ

3/4
image

વર્ષ 2009માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ 'લવ આજ કલ'માં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.  ઇમ્તિયાઝ અલીના નિર્દેશિત આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મ યુવાનોમાં ઘણી લોકપ્રિય બની હતી. આ પછી, આ ફિલ્મ 2020 ના વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ.

વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા

4/4
image

અજય દેવગન અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મ ન માત્ર સુપરહિટ રહી પરંતુ અજય દેવગનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક બની. આ ફિલ્મની સફળતા બાદ આ ફિલ્મની સિક્વલ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા' વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન ખાનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.