રિયાએ કર્યો ખુલાસો! થાઇલેન્ડ ટ્રિપ પર સારા પણ ગઇ હતી, જ્યાં સુશાંતે...
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ ડ્રગ્સ કેસમાં જે સૌથી મોટું નામ લીધું છે તે નામ સારા અલી ખાન (Sara Ali Khan)નું છે, જે પટોડીના નવાબ ફેમેલીથી સંબંધ ધરાવે છે. છોટે નવાબ અને એક્ટર સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સારા અલી ખાન જે હવે રિયા ચક્રવર્તીની સાથે ડ્રગ્સની રમત રમી રહી છે.
નવી દિલ્હી: રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ ડ્રગ્સ કેસમાં જે સૌથી મોટું નામ લીધું છે તે નામ સારા અલી ખાન (Sara Ali Khan)નું છે, જે પટોડીના નવાબ ફેમેલીથી સંબંધ ધરાવે છે. છોટે નવાબ અને એક્ટર સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સારા અલી ખાન જે હવે રિયા ચક્રવર્તીની સાથે ડ્રગ્સની રમત રમી રહી છે.
આ પણ વાંચો:- સુશાંત કેસમાં મોટો વળાંક, રિયાએ બોલિવુડના 25 નશેબાજ લોકોના નામ
રિયાની ડ્રગ સ્ટોરીમાં પાત્ર નંબર 1 છે સારા અલી ખાન
સારા અલી ખાનના ફિલ્મ કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂતની સાથે કેદારનાથથી કરી છે. 2018ની વાત છે જ્યારે સુશાંતની સાથે સારાની ફિલ્મ કેદારનાથ પરદા પર આવી અને 2 વર્ષમાં જ સારા અલી ખાનનું નામ સુશાંત સિંહ રાજપૂતના નજીકની મિત્ર રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સામેલ થઇ ગયું.
આ પણ વાંચો:- બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર જલદી થઈ શકે છે મોટી કાર્યવાહી, NCBના રડાર પર છે મોટા સ્ટાર્સ
રિયા ચક્રવર્તીએ NCBને આપેલા તેના નિવેદનમાં સારા અલી ખાનનું નામ લીધું છે. સારા અલી ખાન જે પટોડીના છોટે નવાબ સેફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દિકરી છે.
સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂતની માત્ર કો-સ્ટાર જ નહીં, પરંતુ તે પોતે કહેતી હતી WE ARE BESTIES. રિયા ચક્રવર્તીએ NCBને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, સુશાંત તેના મિત્ર સાથે થાઇલેન્ડ ટ્રિપ પર ગયો હતો અને તે દરમિયાન લગભગ 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ટ્રિપમાં સારા અલી ખાન પણ સુશાંતના મિત્રોમાં સામેલ હતી.
આ પણ વાંચો:- Kangana Ranaut એ સોનિયા ગાંધીને પૂછ્યો વેધક સવાલ, બાળ ઠાકરેનો VIDEO પણ શેર કર્યો
આ વાત પર NCBની તપાસ બાકી છે કે ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનો હાથ કેટલો છે. રિયાના ખુલાસા બાદ એનસીબી સૌથી પહેલા આ 5 લોકોની સામે પુરાવા એકત્રિત કરશે અને ત્યારબાદ તેમને પૂછપરછ માટે સમન્સ મોકલશે, પરંતુ આ 5 નામ સામે આવ્યા બાદ બોલીવુડના અન્ય 20 લોકોના ધબકારા વધી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર