બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર જલદી થઈ શકે છે મોટી કાર્યવાહી, NCBના રડાર પર છે મોટા સ્ટાર્સ

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન પર જલદી મોટી  કાર્યવાહી થઈ શકે છે. બોલિવૂડના 4થી 5 મોટા નામ તપાસ એજન્સીના રડાર પર છે અને NCB તેમને સમન પાઠવવાની તૈયારીમાં છે. પરંતુ આ  બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું આ 4 થી 5 નામ સુશાંત સિંહ રાજપૂતના મોતનું સત્ય જણાવશે ખરા?

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર જલદી થઈ શકે છે મોટી કાર્યવાહી, NCBના રડાર પર છે મોટા સ્ટાર્સ

નવી દિલ્હી: બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન પર જલદી મોટી  કાર્યવાહી થઈ શકે છે. બોલિવૂડ (Bollywood) ના 4થી 5 મોટા નામ તપાસ એજન્સીના રડાર પર છે અને NCB તેમને સમન પાઠવવાની તૈયારીમાં છે. પરંતુ આ  બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું આ 4 થી 5 નામ સુશાંત સિંહ રાજપૂતના મોત (Sushant Singh Rajput Death Case) નું સત્ય જણાવશે ખરા?

Big Breaking: રિયા ચક્રવર્તી જેલમાં જ રહેશે, કોર્ટે જામીન અરજી ફગાવી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસ સાથે જોડાયેલા ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીને મોટો ઝટકો મળ્યો છે. રિયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા રિયાએ હવે જેલમાં જ રહેવું પડ્શે.

તપાસ એજન્સીએ ત્રણ કેટેગરી તૈયાર કરી
બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર કાર્યવાહી માટે તપાસ એજન્સીએ ત્રણ કેટેગરી તૈયાર કરી છે. જેમાં ફિલ્મ જગતના લગભગ 2 ડઝન નામ લિસ્ટમાં સામેલ છે. પહેલી કેટેગરીમાં લગભગ 4થી 5 મોટા નામ છે. બીજી કેટેગરીમાં 7થી 8 મોટા ચહેરાને રાખવામાં આવ્યાં છે. ત્રીજી કેટેગરીમાં ફિલ્મ અને ટેલિવિઝન જગતના લગભગ 10 ચહેરા સામેલ છે. 

સુશાંતના આ PHOTOS તમને રડાવી દેશે, રિયાનો પ્રેમના નામે દગાબાજીનો સૌથી મોટો પુરાવો

NCBને મળ્યા મહત્વના ક્લૂ
ફિલ્મ જગતના મોટા ચહેરામાં એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યૂસર સહિત અનેક નામ સામેલ છે. આ તમામ તપાસ એજન્સીના રડાર પર છે. કેટલાક મહત્વના પુરાવા એનસીબીને મળ્યા છે. ત્યારબાદ જ આ મોટા ચહેરા પર સકંજો કસવાની તૈયારી થઈ રહી છે. એનસીબીને એવા અનેક પુરાવા મળ્યા છે કે જે ડ્રગ્સ કનેક્શનની વાતને બળ આપે છે. 

તપાસ એજન્સીઓ હવે આ ચહેરાઓ વિરુદ્ધ વધુ પુરાવા મેળવવા માટે જદ્દોજહેમત કરી રહી છે. જેથી કરીને તેમને પૂછપરછમાં સામેલ થવા માટે બોલાવવામાં આવે તો એજન્સી પોતાનો પક્ષ મજબૂતાઈથી રાખી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news