સુશાંત કેસમાં મોટો વળાંક, રિયાએ બોલિવુડના 25 નશેબાજ લોકોના નામ

સુશાંત કેસમાં મોટો વળાંક, રિયાએ બોલિવુડના 25 નશેબાજ લોકોના નામ
  • રિયા ચક્રવર્તીએ એનસીબીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એ 25 નામોની લિસ્ટ આપી, જે ક્યાંકને ક્યાંક નશાના આ પાતાલલોકમાં સામેલ છે.
  • રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં જે સેલિબ્રિટીઝનું નામ લીધું છે, તેમાં સૌથી મોટું નામ છે સારા અલી ખાન

ઝી મીડિયા/બ્યૂરો :સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ડ્રગ્સ મામલે મુંબઈના ભાયખલ્લા જેલમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જામીન લેવા માટે રિયા ચક્રવર્તીએ કોર્ટની સામે કહ્યું કે, તે ડ્રગ્સ લેતી નથી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ દબાણ નાંખીને ડ્રગ્સ લેવાની વાત તેની પાસેથી કબૂલ કરાવી. પરંતુ ZEE NEWS એ રિયાના મોઢામાંથી નીકળેલા સત્યનો વીડિયો રૂપી પુરાવો આપ્યો. જામીન પર સુનવમીના કેટલાક કલાક પહેલા દેશની જનતાને રિયાનું સત્ય બતાવ્યું. અમે એ વીડિયો રજૂ કર્યો, જેમાં રિયા ડ્રગ્સ લેતી સ્પષ્ટ નજરે આવી રહી છે. વીડિયોના સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તીએ એનસીબીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એ 25 નામોની લિસ્ટ આપી, જે ક્યાંકને ક્યાંક નશાના આ પાતાલલોકમાં સામેલ છે. 

આ પાંચ નામ સામે આવ્યા 
NCB એ બોલિવુડના 25 નામને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. NCB એ 25 માંથી સૌથી પહેલા 5 સિલેક્ટેડ લોકોને કાઢ્યા છે, જેના પર જલ્દી જ કાર્યવાહી થઈ શકે છે. ZEE NEWS પર રિયાના ડ્રગ્સ લેવાનો વીડિયો બતાવ્યા બાદ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં અત્યાર સુધી સૌથી મોટી ખુલાસો થયો છે. રિયા દ્વારા આપવામાં આવેલા 25 નામોને એનસીબીએ ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. જેમાં પાંચ નામ એવા છે, જેમના પર સૌથી મોટી કાર્યવાહી થઈ શકે છે. સૂત્રોના અનુસાર, રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં જે સેલિબ્રિટીઝનું નામ લીધું છે, તેમાં સૌથી મોટું નામ છે સારા અલી ખાન (Sara Ali Khan). 

  • સારા અલી ખાન - સારા અલી ખાન આમ તો બહુ જ ઓછા સમયમાં મોટી સ્ટાર બની ચૂકી છે. કેમ કે, તે એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે.
  • રકુલ પ્રીત સિંહ - રકુલ પ્રીત સિંહનું નામ રિયા ચક્રવર્તીએ એનસીબીને પોતાના 20 પાનાના નિવેદનમાં આપ્યું છે.
  • ડિઝાઈનર સીમોન ખંભાટા
  • સુશાંત સિંહ રાજપૂતની મિત્ર અને રેનડ્રોપ મીડિયાની ફાઉન્ડર અને ડાયરેક્ટર રોહિણી અય્યર
  • મુકેશ છાબરા, જેઓ રિયાની ડ્રગ્સ ટીમના પાંચમા પ્લેયર છે, અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે 

આ પણ વાંચો : જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો

આ નામ NCB ના રડાર પર ટોપમાં છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તીએ 20 પાનામાં નિવેદન આપ્યું છે. જેમાં ખાસ કરીને સારા અલી ખાન, રકુલ અને સીમોન, રોહિણી અને મુકેશ છાબરાનું નામ લીધું છે. રિયાની ડ્રગ્સ ટીમના આ પાંચ પ્લેયર્સ પર એનસીબી જલ્દી જ કાર્યવાહી કરવાના મૂડમાં છે. કેમ કે, રિયા ચક્રવર્તી દ્વારા આપવામાં આપેલ લિસ્ટમાં હજી 20 નામ બાકી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news