મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case) માં સીબીઆઈ ફિલ્મ દિગ્દર્શક સંદિપ સિંહ(Sandeep Singh)ની બહુ જલદી પૂછપરછ કરશે. સંદીપ સિંહની કોલ ડિટેલથી મોટો ખુલાસો થયો છે કે તેની સુશાંત સાથે લાંબા સમયથી વાતચીત જ નથી થઈ. પરંતુ સુશાંતના મોત બાદ સંદીપ મૃતદેહને હોસ્પિટલ લઈ જનારા એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને તપાસ અધિકારી ભૂષણ બેલનેકર સાથે સતત સંપર્કમાં હતો. આ સાથે જ સુશાંત સિંહના પરિવારનું એમ પણ કહેવું છે કે સ્મશાન ભૂમિમાં જ્યારે પોલીસ તરફથી ફક્ત 20 લોકોની જ યાદી આપવાની વાત સામે આવી ત્યારે સંદીપે પોતાના મનથી જ પોતાની રીતે તે 20 લોકોની યાદી બનાવીને આપી દીધી હતી. પરિવારને આ અંગે જરાય પૂછવામાં આવ્યું નહતું. 


Sushant Case માં જબરદસ્ત મોટો વળાંક, રિયાની વોટ્સએપ ચેટે ભાંડો ફોડી નાખ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહના ઘરમાં રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાની (Siddharth Pithani) ની મંગળવારે સીબીઆઈએ DRDO ગેસ્ટ હાઉસમાં લગભગ 14 કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ CBIની 5 દિવસની અત્યાર સુધીની થયેલી પૂછપરછમાં સિદ્ધાર્થ પિઠાની સૌથી મોટો સંદિગ્ધ વ્યક્તિ છે. સીબીઆઈ સિદ્ધાર્થ પિઠાનીની અનેકવાર પૂછપરછ કરી ચૂકી છે. 


બે મહિના સુધી હોટલમાં કેમ રોકાયો સુશાંત? શું છે ભૂત-પ્રેત કનેક્શન? CBI કરશે તપાસ


કેસમાં નવો વળાંક
ડ્રગ એંગલથી થયેલા મોતના આરોપોની તપાસ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો કરશે. NCBના ડીજી રાકેશ અસ્થાનાએ મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈડીએ રિયા ચક્રવર્તીની કેટલીક વોટ્સએપ ચેટ્સ સીબીઆઈ અને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને સોંપી છે જેમાં ડ્રગ્સ અને નશીલી દવાઓ અંગે વાતચીત છે. સીબીઆઈની ટીમ ઈડી સાથે મળીને રિયાના ફોનના ડેટાનું વિશ્લેષણ કરી શકે છે. ઈડીની પૂછપરછ દરમિયાન રિયા ચક્રવર્તી અને તેના પરિવારના ફોન અને લેપટોપ જપ્ત કરાયા હતાં. આ અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ એવો પણ દાવો કર્યો હતો કે સુશાંતે મોત અગાઉ દુબઈના કોઈ ડ્રગ ડિલર સાથે વાત કરી હતી. 


રિયાના ફોનની ચેટ્સ (Whatsapp Chat) અંગે એવું કહેવાય છે કે તે રિટ્રીવ ચેટ્સ છે. જેને રિયાએ ડિલિટ મારી હતી. પહેલી ચેટ રિયા અને ગૌરવ આર્ય વચ્ચે છે. ગૌરવને ડ્રગ્સ ડિલર ગણાવાઈ રહ્યો છે. આ ચેટમાં લખ્યું છે કે 'જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મે વધુ  ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી.' આ મેસેજ રિયાએ 8 માર્ચ 2017ના રોજ ગૌરવને મોકલ્યો હતો. બીજી ચેટ પણ રિયા અને ગૌરવ વચ્ચે છે. જેમાં રિયાએ ગૌરવને પૂછ્યું છે કે તારી પાસે MD છે? આ MDનો અર્થ Methylene dioxy methamphetamine માનવામાં આવી રહ્યો છે. જે એક એવા પ્રકારની ડ્રગ છે જે ખુબ સ્ટ્રોંગ હોય છે. 


Sushant Case: CBI સામે છે આ 3 મોટા પડકાર, ક્રાઈમ સીન પર નાશ થઈ ગયા છે પુરાવા?


બીજી એક ચેટ મિરાન્ડા અને રિયા વચ્ચે છે, જેમાં મિરાન્ડા કહે છે કે 'હાય રિયા, સ્ટફ (Stuff) લગભગ ખતમ થઈ ગયો છે.' આ ચેટ 17 એપ્રિલ 2020ની છે. ત્યારબાદ મિરાન્ડા રિયાને પૂછે છે કે 'શું આપણે તે શોવિકના મિત્ર પાસેથી લઈ શકીએ? પરંતુ તેની પાસે ફક્ત હેશ અને બડ (bud) છે.' અહીં hash અને budને ઓછી તિવ્રતાવાળી ડ્રગ્સ ગણવામાં આવી રહી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube