નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં એનસીબી (Narcotics Control Bureau) એક બાદ એક કાર્યવાહી કરી રહી છે. હવે એનસીપીએ સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) એક ખાસ મિત્ર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઋષિકેશ પવારની (Rishikesh Pawar) ધરપકડ કરી છે. હવે તેની પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારની તપાસ પોલીસ ગત મહિનાથી કરી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 જાન્યુઆરીથી શરૂ થઈ તપાસ
અગાઉ કેસમાં મળેલી ગતીમાં સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મિત્ર ઋષિકેશ પવારનું (Rishikesh Pawar) નામ સામે આવ્યું હતું. 8 જાન્યુઆરીના સામે આવેલા સમાચાર અનુસાર એનસીબીએ (NCB) ઋષિકેશ પવારની તપાસ શરૂ કરી હીત. ઘણા દિવસોથી ચાલી રહેલી શોધ બાદ હવે ઋષિકેશ પવાર પકડાયો છે.


આ પણ વાંચો:- Kangana ranaut ને કોર્ટે મોકલ્યું સમન્સ, જાવેદ અખ્તરે કરી છે માનહાનિની ફરિયાદ


અગાઉ થઈ હતી પૂછપરછ
તમને જણાવી દઇએ કે, ઋષિકેશ પવાર (Rishikesh Pawar) સાથે ડ્રગ્સ મામલે (Drugs Case) એનસીબીએ અગાઉ પણ પૂછપરછ કરી હતી. એનસીબીની (NCB) સામે એક ડ્રગ્સ સપ્લાયરે (Drugs supplier) ઋષિકેશ પવારનું નામ લીધું હતું, ત્યારબાદ તેને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. આ મામલે ધરપકડના ડરથી પવારે અગોતરા જામીન અપીલ પણ કરી હતી, પરંતુ રાહત મળી શકી ન હતી.


Anushka Sharma અને Virat Kohli ની પુત્રીનું નામ છે ખાસ, જાણો શું થાય છે 'વામિકા'નો અર્થ


7 જાન્યુઆરીથી ફરાર
કોર્ટથી રાહત ન મળતા અને સમન્સ પર હાજર ન થવા પર જ્યારે એનસીબી ટીમ ચેમ્બુરમાં પવારના ઘરે પહોંચી હતી તો જાણવા મળ્યું હતું કે, તે એક દિવસ પહેલા એટલે કે 7 જાન્યુઆરીથી ફરાર થઈ ગયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઋષિકેશ તે લોકોમાં સામેલ હતો જે સુશાંસને ડ્રગ્સ પહોંચાડતો હતો.


આ પણ વાંચો:- જય કિશનથી જેકી શ્રોફ બનવા સુધીની સફર નથી રહી સરળ, જાણો તેમના જન્મદિવસ પર સુપર સ્ટારની કહાની


ઘણા લોકો આવ્યા છે NCBની ધરપકડમાં
તમને જણાવી દઇએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એક બાદ એક કાર્યવાહી કરી છે. આ ડ્રગ મામલે ઘણા લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઘણા બોલીવુડ સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આ કડીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બોલીવુડ સ્લેબ્સના ગેજેટ્સની તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube