મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતનું રહસ્ય દિન પ્રતિદિન ગૂંચવાતું જાય છે. આ મામલે મુંબઈ પોલીસ તરફથી રોજે રોજ કોઈને કોઈ અપડેટ આવી રહ્યાં છે. રિપોર્ટ્સનું માનીએ તો મોત વ્હાલું કર્યું તેની ગણતરીની મિનિટો પહેલા સુશાંત સિંહ રાજપૂતે પોતાનું જ નામ ગૂગલ પર સર્ચ કર્યું હતું. ઝી ન્યૂઝના તાજા રિપોર્ટ મુજબ ફોરેન્સિક રિપોર્ટમાં એ વાતનો દાવો કરાયો છે કે સુશાંતે પોતાના ફોનમાં સવારે 10.15 વાગે ગૂગલ પર પોતાનું જ નામ 'સુશાંત સિંહ રાજપૂત' સર્ચ કર્યું હતું. ત્યારબાદ સુશાંતે પોતાના અંગે લખાયેલા કેટલાક ન્યૂઝ રિપોર્ટ્સ પણ વાંચ્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sushant Singh Suicide Case: પોલીસ જેની કાગડોળે રાહ જોતી હતી તે વિસરા રિપોર્ટ આવી ગયો, થયો આ ખુલાસો 


સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ  રાજપૂત કેટલાક મહિનાથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો. તેની સારવાર પણ ચાલુ હતી. હાલમાં જ સુશાંતનો વિસરા રિપોર્ટ પણ આવ્યો છે જે મુજબ અભિનેતાના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઝેરી તત્વ કે કેમિકલ મળ્યું નથી. આ બાજુ ફોરેન્સિક રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે સ્યૂસાઈડ કરતા પહેલા સુશાંતે પોતાના અંગે લખાયેલા કેટલાક આર્ટિકલ્સને ધ્યાનથી વાંચ્યા હતાં. 


તપાસમાં એ વાત પણ સામે આવી છે કે સુશાંત પોતાની ટીમ સાથે હંમેશા મેગેઝીન અને અખબારોમાં પોતાના વિશે આવતા આર્ટિકલ્સ પર વાત કરતો હતો. તેને હંમેશા એવું મહેસૂસ થતું હતું કે કોઈ તેની ઈમેજ ખરાબ કરી રહ્યું છે અને આ  કારણે તે ખુબ પરેશાન પણ રહેતો હતો. આ બાજુ મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 28 લોકોના નિવેદનો નોંધ્યા છે.


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube